ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT) ગાંધીનગર દ્વારા વિવિધ પ્રોજેક્ટ સ્ટાફની ભરતી બહાર પાડવામાં આવી છે અને આ ભરતીમાં જુનિયર રિસર્ચ ફેલો (JRF) અને પ્રોગ્રામ એસોસિયેટની પોસ્ટનો સમાવેશ થાય છે.
નીચે આપેલી માહિતી ધ્યાનથી વાંચો, તેમાં તમને બધું સમજાઈ જશે કે કઈ રીતે અરજી કરવી, પગાર ધોરણ કેટલું છે અને કેવી નોકરી હશે.
નીચેની માહિતી:
- મુખ્ય વિગતો (IIT Gandhinagar Recruitment Main Details)
- શૈક્ષણિક લાયકાત અને અનુભવ
- પગાર ધોરણ (Salary)
- પસંદગી પ્રક્રિયા
- કેવી રીતે અરજી કરવી?
- જરૂરી દસ્તાવેજો
- તૈયારી કરવાની રીત
- મહત્તમ ઉંમર
મુખ્ય વિગતો (IIT Gandhinagar Recruitment Main Details)
| વિગત | માહિતી |
| સંસ્થાનું નામ | ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT) ગાંધીનગર |
| પોસ્ટનું નામ | જુનિયર રિસર્ચ ફેલો (JRF) અને પ્રોગ્રામ એસોસિયેટ II |
| કુલ જગ્યાઓ | 03 પોસ્ટ |
| અરજી કરવાની રીત | ફક્ત ઓનલાઇન |
| નોકરીનું સ્થળ | ગાંધીનગર, ગુજરાત |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 07 મે 2026 (જુનિયર રિસર્ચ ફેલો (JRF)) |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 20 મે 2026 (પ્રોગ્રામ એસોસિયેટ) |
શૈક્ષણિક લાયકાત અને અનુભવ
IIT ગાંધીનગર બે પોસ્ટ માટે ભરતી લાવી રહ્યું છે: જુનિયર રિસર્ચ ફેલો (JRF – ફિઝિક્સ) અને પ્રોગ્રામ એસોસિયેટ II (પેટન્ટ એન્ડ આઈપી મેનેજમેન્ટ અને ટેકનોલોજી ટ્રાન્સફર), જેની શૈક્ષણિક લાયકાત નીચે મુજબ છે.
1) જુનિયર રિસર્ચ ફેલો (JRF – Physics)
- શૈક્ષણિક લાયકાત ફિઝિક્સ, એપ્લાઇડ ફિઝિક્સ અથવા કેમિસ્ટ્રીમાં MSc કરેલું હોવું જોઈએ, અથવા ફિઝિક્સ સાથે સંબંધિત ક્ષેત્રમાં MTech હોવું જોઈએ.
- અન્ય ઉમેદવારે NET અથવા GATE પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. જો તમારી પાસે બાયોલોજીકલ અને ઇનઓર્ગેનિક નેનોમટીરિયલ્સ, એન્ઝાઇમ્સ અથવા માઇક્રોફ્લુઇડિક્સ જેવા ક્ષેત્રોમાં કામ કરવાનો અનુભવ હોય, તો તે ફાયદાકારક રહેશે.
2) પ્રોગ્રામ એસોસિયેટ II (Patent & IP Management અને Technology Transfer)
- સાયન્સ, બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (MBA), અથવા લો (Law) માં માસ્ટર ડિગ્રી હોવી જોઈએ; અથવા એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએટ (Bachelor’s) ડિગ્રી હોવી જરૂરી છે.
- આ પોસ્ટ માટે ઓછામાં ઓછો ૨ વર્ષનો અનુભવ ફરજિયાત છે. આ અનુભવ નીચેનામાંથી કોઈ પણ ક્ષેત્રમાં હોવો જોઈએ:
- ટેકનોલોજી ટ્રાન્સફર (Technology Transfer)
- પેટન્ટ લાયસન્સિંગ (Patent Licensing)
- બિઝનેસ ડેવલપમેન્ટ (Business Development)
- IP મેનેજમેન્ટ (IP Management)
પગાર ધોરણ (Salary)
IIT ગાંધીનગરની આ ભરતી માટેનો પગાર (Salary) નીચે મુજબ છે:
| પોસ્ટનું નામ | પગાર (દર મહિને) |
| જુનિયર રિસર્ચ ફેલો (JRF) | ₹45,880/- (HRA સહિત) |
| પ્રોગ્રામ એસોસિયેટ II | ₹50,000/- થી ₹78,000/- |
- જુનિયર રિસર્ચ ફેલો (JRF): આ પગારમાં ₹8,880 (24%) જેટલું HRA સમાવિષ્ટ છે.
- પ્રોગ્રામ એસોસિયેટ II: આ પગાર કન્સોલિડેટેડ (Consolidated) છે, જેમાં HRA અલગથી લાગુ પડતું નથી.
HRA એટલે શું?
HRA નું પૂરું નામ House Rent Allowance (હાઉસ રેન્ટ એલાઉન્સ) છે. ગુજરાતીમાં તેને “મકાન ભાડાનું ભથ્થું” કહેવામાં આવે છે.
જ્યારે તમે કોઈ સરકારી કે ખાનગી સંસ્થામાં નોકરી કરતા હોવ, ત્યારે તે સંસ્થા તમારા રહેઠાણના ખર્ચને પહોંચી વળવા માટે પગારની સાથે વધારાની જે રકમ આપે છે, તેને HRA કહેવાય છે.
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT) મા પસંદગી પ્રક્રિયા કેવી રીતે થશે?
1) ઓનલાઇન અરજીઓની ચકાસણી: સૌ પ્રથમ, તમે જે ઓનલાઇન અરજી કરી છે તેની તપાસ કરવામાં આવશે. જે ઉમેદવારો જાહેરાતમાં દર્શાવેલ શૈક્ષણિક લાયકાત અને જરૂરી અનુભવના માપદંડોને પૂર્ણ કરતા હશે, તેમને શોર્ટલિસ્ટ કરવામાં આવશે.
2) પર્સનલ ઇન્ટરવ્યુ: શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને જ ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે. આ ઇન્ટરવ્યુ:
- ઓફલાઇન (રૂબરૂ): સંસ્થાના કેમ્પસ પર જઈને. (કઈ રીતે ઇન્ટરવ્યુ લેવો તે સંસ્થાના નિર્ણયો પર આધારિત રહેશે અને તે અંગે તમને ઈમેઈલ દ્વારા જાણ કરવામાં આવશે.)
- ઓનલાઇન (વીડિયો કોન્ફરન્સ દ્વારા): સામાન્ય રીતે વધુ અનુકૂળ રહે છે.
3) અંતિમ પસંદગી: ઇન્ટરવ્યુમાં તમારો દેખાવ (Performance) કેવો રહ્યો છે, તેના આધારે જ અંતિમ નિમણૂક કરવામાં આવશે.
બીજી અગત્યની સરકારી ભરતી:
➤ IPR ગાંધીનગર એપ્રેન્ટિસ ભરતી 2026: 50 ગ્રેજ્યુએટ અને ટેકનિશિયન જગ્યાઓ (IPR Gandhinagar Apprentice Recruitment). Last Date: 11/5/2026
➤ GSFC ભરતી 2026: AI, ડિજિટાઇઝેશન અને કોર્પોરેટ કમ્યુનિકેશન માટે કરાર આધારિત ભરતી. Last Date 27/4/2026
➤ Indian Bank Specialist Officer Recruitment 2026: 350 જગ્યાઓ માટે ઓનલાઇન અરજી શરૂ
કેવી રીતે અરજી કરવી?
અરજી કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રક્રિયા:
- સૌ પ્રથમ IIT ગાંધીનગરના પ્રોજેક્ટ સ્ટાફ રિક્રૂટમેન્ટ પોર્ટલ http://recruitment.iitgn.ac.in/projectstaff/ પર જાઓ.
- ત્યાં તમને સક્રિય જાહેરાતો (Active Advertisements) નું લિસ્ટ જોવા મળશે. તમારે જે પોસ્ટ માટે અરજી કરવી હોય તેનો Advertisement Number શોધો:
- JRF (Physics) માટે: Advt. No. SPON/63031/Advt0175
- Program Associate II (Patent & IP Management) માટે: Advt. No. OTH/12276/Advt0179
- Program Associate II (Technology Transfer) માટે: Advt. No. OTH/12276/Advt0180
- સંબંધિત પોસ્ટની સામે આપેલા “Apply” બટન પર ક્લિક કરો.
- ઓનલાઇન ફોર્મમાં તમારી વ્યક્તિગત માહિતી, શૈક્ષણિક લાયકાત અને અનુભવની વિગતો ખૂબ જ ધ્યાનપૂર્વક ભરો.
- તમારો અપડેટ કરેલો Resume (CV) અને જરૂરી હોય તેવા અન્ય દસ્તાવેજો નિર્ધારિત ફોર્મેટમાં અપલોડ કરો.
- ફોર્મ ફાઈનલ સબમિટ કર્યા બાદ, તેની પ્રિન્ટઆઉટ અથવા સ્ક્રીનશોટ તમારા રેકોર્ડ માટે સાચવી રાખો.
જરૂરી દસ્તાવેજો શું શું જોઈએ?
ઓનલાઇન ફોર્મ ભરતી વખતે સામાન્ય રીતે આ દસ્તાવેજોની જરૂર પડે છે:
- તમારો પ્રોફેશનલ અને વિગતવાર રિઝ્યુમ (Resume) જે તમારી શૈક્ષણિક વિગતો અને અનુભવને સ્પષ્ટ રીતે દર્શાવે.
- આધાર કાર્ડ, પાન કાર્ડ, અથવા ચૂંટણી કાર્ડ (કોઈપણ એક).
- તાજેતરનો પાસપોર્ટ સાઈઝ ફોટો.
- ધોરણ 10, 12, ગ્રેજ્યુએશન (Bachelor’s), અને માસ્ટર ડિગ્રી (MSc/MTech/MBA) ની માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટ.
- જો તમે JRF (Physics) પોસ્ટ માટે અરજી કરી રહ્યા હોવ, તો તમારી પાસે NET અથવા GATE પરીક્ષા પાસ કર્યાનું સત્તાવાર પ્રમાણપત્ર/સ્કોરકાર્ડ હોવું ખૂબ જ જરૂરી છે.
- જો તમે પ્રોગ્રામ એસોસિયેટ II માટે અરજી કરી રહ્યા હોવ, તો તમારા અગાઉના કામના અનુભવના પ્રમાણપત્રો અથવા ‘Experience Letter’ તૈયાર રાખવા. (કારણ કે તેમાં ૨ વર્ષનો અનુભવ ફરજિયાત છે).
- નિયુક્તિ પત્રો (Appointment/Offer Letters): અગાઉની નોકરીના પુરાવા રૂપે.
તૈયારી કેવી રીતે કરવી?
નીચે તમને જાણવા મળશે કે કઈ પોસ્ટ માટે કેવી રીતે તૈયારી કરવી?
1) જુનિયર રિસર્ચ ફેલો (JRF) માટે: તમારી MSc અથવા MTech ની કોર વિષયોની તૈયારી કરો. ખાસ કરીને જો તમે ‘Nanomaterials’, ‘Enzymes’ અથવા ‘Microfluidics’ પર કામ કર્યું હોય, તો તેના મૂળભૂત સિદ્ધાંતો (Basics) પાકા કરો.
- તમારા અગાઉના રિસર્ચ પ્રોજેક્ટ્સ અથવા થીસીસ વિશે પૂરેપૂરી માહિતી રાખો.
- તમારા સ્કોરકાર્ડ સાથે સંબંધિત વિષયોનું પુનરાવર્તન કરો.
2) પ્રોગ્રામ એસોસિયેટ II માટે:
- IP અને ટેકનોલોજી ટ્રાન્સફર: પેટન્ટ ફાઇલિંગની પ્રક્રિયા, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ (IPR), અને ટેકનોલોજી લાયસન્સિંગના મૂળભૂત નિયમો વિશે વાંચો.
- ટેકનોલોજી ટ્રાન્સફરમાં આવતી સમસ્યાઓ અને તેના ઉકેલો વિશે વિચારવાનું શરૂ કરો. બિઝનેસ ડેવલપમેન્ટના બેઝિક્સ પર ધ્યાન આપો.
ઇન્ટરવ્યુની તૈયારી કેવી રીતે કરવી?
જુનિયર રિસર્ચ ફેલો (JRF) અને પ્રોગ્રામ એસોસિયેટ માટે તમારે ઇન્ટરવ્યુની તૈયારી કુશળતાપૂર્વક કરવી પડશે.
- તમારો પરિચય એક મિનિટમાં પ્રભાવશાળી રીતે આપતા શીખો. જેમાં તમારી લાયકાત અને અગાઉના અનુભવનો સમાવેશ થાય એટલું જ, બાકી વધારાનું બોલવાની જરૂર નથી.
- IIT ગાંધીનગરની વર્તમાન કામગીરી, તેમના R&D ઓફિસના કાર્યો અને તેઓ કયા પ્રકારના રિસર્ચને પ્રોત્સાહન આપે છે તે વેબસાઇટ પરથી જાણી લો.
- અરીસા સામે ઊભા રહીને અથવા મિત્ર સાથે ઇન્ટરવ્યુની પ્રેક્ટિસ કરો. આત્મવિશ્વાસ સાથે બોલવાની પ્રેક્ટિસ ખૂબ મહત્વની છે.
- તમારા રિઝ્યૂમમાં માત્ર ડિગ્રી જ નહીં, પરંતુ તમે કરેલા પ્રોજેક્ટ્સ, ઇન્ટર્નશિપ, અને તમારી ટેકનિકલ સ્કિલ્સ (દા.ત. સોફ્ટવેર, લેબ ટેકનિક્સ) ને હાઇલાઇટ કરો.
- તમારા ક્ષેત્ર (Physics અથવા IP Law) માં હાલમાં જે નવીનતમ સંશોધનો કે ફેરફારો થઈ રહ્યા છે તેની જાણકારી રાખો.
બીજી અગત્યની સરકારી ભરતી:
➤ ભારતીય સેના (Indian Army) RVC 95મો કોર્સ ભરતી 2026: SSC વેટરનરી ઓફિસર માટે ભરતી. Last Date: 18/5/2026
➤ SSC Phase XIV Recruitment 2026: 3003 જગ્યાઓ માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી? Last Date: 4/5/2026
➤ NCL ભરતી 2026: HEMM ઓપરેટર, પેરામેડિકલ અને ઓવરસીયરની 577 જગ્યાઓ. Last Date: 01-05-2026
મહત્તમ ઉંમર કેટલી જોઈએ?
તમે જ્યારે IIT ગાંધીનગરના રિક્રૂટમેન્ટ પોર્ટલ પર જાઓ, ત્યારે જે તે પોસ્ટ માટેની ‘Detailed Advertisement’ (PDF) ડાઉનલોડ કરીને તેમાં ખાસ તપાસી લો. ઘણીવાર કેટલીક પોસ્ટ માટે વય મર્યાદા (Age limit) તે PDF ફાઇલમાં ઉલ્લેખિત હોય છે.
જો જાહેરાતમાં ઉંમર વિશે કંઈ લખ્યું ન હોય, તો તેનો અર્થ એ છે કે તેમાં કોઈ ચોક્કસ વય મર્યાદા રાખવામાં આવી નથી. તમે તમારી લાયકાત મુજબ અરજી કરી શકો છો.