CRPF ભરતી 2026: 9195 કોન્સ્ટેબલ (Technical & Tradesmen) જગ્યાઓ માટે ઓનલાઈન અરજી શરૂ

સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) દ્વારા વર્ષ 2026 માટે મોટી ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી દ્વારા કોન્સ્ટેબલ (Technical & Tradesmen) અને કોન્સ્ટેબલ (Pioneer) ની કુલ 9,195 જગ્યાઓ ભરવામાં આવશે.

CRPF ની આ ભરતી આખા ભારત (All India) માટે છે. આ કેન્દ્રીય ભરતી છે, એટલે ભારતનો કોઈપણ નાગરિક આમાં અરજી કરી શકે છે.

આ ભરતીમાં ‘Domicile’ (રહેઠાણના પુરાવા) ના આધારે પસંદગી થાય છે. એટલે કે, તમે જે રાજ્યના વતની છો, તે રાજ્ય માટે ફાળવવામાં આવેલી જગ્યાઓ (Vacancies) પર તમે સ્પર્ધા કરશો.

આ આર્ટિકલમાં શું છે? (Table of Contents)

  • ૧. ભરતીની મુખ્ય માહિતી (Recruitment Overview)
  • ૨. પરીક્ષાનું માળખું અને અભ્યાસક્રમ (Exam Pattern & Syllabus)
  • ૩. શૈક્ષણિક લાયકાત (Educational Qualification)
  • ૪. જરૂરી દસ્તાવેજો (Documents Required)
  • ૫. અરજી કરવાની રીત (How to Apply)
  • ૬. અગત્યની નોંધ (Important Notes)
  • ૭. પગાર ધોરણ (CRPF Tradesman Salary)
  • ૮. ઉમેદવારની ઊંચાઈ (CRPF Tradesman Height)

આ સરકારી નોકરી વિશેની મુખ્ય માહિતી:

વિગતમાહિતી
સંસ્થાનું નામસેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)
પોસ્ટનું નામકોન્સ્ટેબલ (Technical, Tradesmen & Pioneer)
કુલ જગ્યાઓ9,195
પગાર ધોરણPay Level-3 (₹21,700 – ₹69,100)
અરજી કરવાની રીતમાત્ર ઓનલાઈન (www.rect.crpf.gov.in)
અરજી શરૂ થવાની તારીખ20/04/2026
છેલ્લી તારીખ19/05/2026
બીજી અગત્યની સરકારી ભરતી:

ભારતીય સેના (Indian Army) RVC 95મો કોર્સ ભરતી 2026: SSC વેટરનરી ઓફિસર માટે ભરતી. Last Date: 18/5/2026
SSC Phase XIV Recruitment 2026: 3003 જગ્યાઓ માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી? Last Date: 4/5/2026
NCL ભરતી 2026: HEMM ઓપરેટર, પેરામેડિકલ અને ઓવરસીયરની 577 જગ્યાઓ. Last Date: 01-05-2026

CRPF કોન્સ્ટેબલમાં શું કામ કરવાનું હોય છે?

CRPF માં આ ‘કોન્સ્ટેબલ (Technical & Tradesmen)’ અને ‘Pioneer’ ની પોસ્ટ માટેનું કામ તમારી પસંદ કરેલી ટ્રેડ (Trade) પર આધાર રાખે છે. આ નોકરીમાં મુખ્યત્વે ફોર્સના દૈનિક કામકાજ અને મેન્ટેનન્સમાં મદદ કરવાની હોય છે. તમે કયા ટ્રેડમાં અરજી કરો છો, તે મુજબ તમારું કામ નીચે મુજબ હોઈ શકે છે:

1) ટેકનિકલ અને ટ્રેડ્સમેન (Tradesmen)

આ પોસ્ટ્સમાં તમારે તમારા કૌશલ્ય (Skill) મુજબ કામ કરવાનું હોય છે:

  • ડ્રાઈવર (Driver): CRPF ના વાહનો ચલાવવા, મુસાફરો કે સામાનને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા અને વાહનોનું નિયમિત મેન્ટેનન્સ (સર્વિસિંગ) કરવું.
  • રસોઈયા (Cook): જવાનો અને અધિકારીઓ માટે ભોજન તૈયાર કરવું.
  • વોટર કેરિયર (Water Carrier) / સફાઈ કર્મચારી: કેમ્પમાં પાણીની વ્યવસ્થા કરવી અથવા કેમ્પસ અને પરિસરની સાફ-સફાઈનું કામ કરવું.
  • ધોબી (Washerman): જવાનોના યુનિફોર્મ અને કપડાં ધોવા અને ઈસ્ત્રી કરવી.
  • વાળંદ (Barber): જવાનોના વાળ અને દાઢી કાપવી.
  • દરજી (Tailor): જવાનોના યુનિફોર્મ સિલાઈ કરવા અને રીપેર કરવા.

2) પાયોનિયર (Pioneer) – બાંધકામ અને સમારકામ

પાયોનિયર વિંગમાં મુખ્યત્વે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ હોય છે:

  • કડિયો (Mason): CRPF ના કેમ્પ, ઓફિસ કે રહેણાંકમાં ઇંટોનું કામ, પ્લાસ્ટર અને બાંધકામનું કામ કરવું.
  • ઇલેક્ટ્રિશિયન (Electrician): ઇલેક્ટ્રિકલ વાયરિંગ, લાઈટ-પંખાનું સમારકામ અને અન્ય વીજળીના કામો કરવા.
  • પ્લમ્બર (Plumber): પાઈપલાઈન, નળ અને વોટર સપ્લાયનું સમારકામ કરવું.

શૈક્ષણિક લાયકાત (Educational Qualification)

CRPF ની આ ભરતીમાં કઈ પોસ્ટ માટે શું લાયકાત જોઈએ, તેની વિગતવાર માહિતી નીચે મુજબ છે. તમારી પસંદગીની પોસ્ટ પ્રમાણે તમે ચેક કરી શકો છો:

પોસ્ટનું નામશૈક્ષણિક લાયકાત (Educational Qualification)
Constable (Driver)10 પાસ + Heavy Transport Vehicle (HTV) ડ્રાઈવિંગ લાયસન્સ હોવું ફરજિયાત છે.
Constable (Mechanic Motor Vehicle)10 પાસ + Mechanic Motor Vehicle ટ્રેડમાં 2 વર્ષનું ITI સર્ટિફિકેટ.
અન્ય Tradesmen (જેમ કે કૂક, ધોબી, વાળંદ, વગેરે)10 પાસ + સંબંધિત ટ્રેડમાં કામ કરવાની કુશળતા (Proficiency) હોવી જોઈએ.
Constable (Pioneer) (Mason, Electrician, Plumber)10 પાસ + સંબંધિત ટ્રેડમાં 1 વર્ષનો અનુભવ અથવા ITI સર્ટિફિકેટ ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય.

ધ્યાનમાં રાખવા જેવી મહત્વની બાબતો:

૧. ડ્રાઈવિંગ પોસ્ટ માટે: માત્ર લાયસન્સ હોવું પૂરતું નથી, તમારે ફિઝિકલ ટેસ્ટ દરમિયાન ડ્રાઈવિંગ ટેસ્ટ પણ પાસ કરવી પડશે. તેથી તમને વાહન ચલાવતા બરાબર આવડવું જરૂરી છે.

૨. અનુભવ (Tradesmen માટે): જો તમે ‘Tradesmen’ તરીકે અરજી કરો છો, તો તમારી પાસે તે કામનો અનુભવ હોવો જરૂરી છે, કારણ કે ટ્રેડ ટેસ્ટ (Trade Test) દરમિયાન તેઓ ચેક કરશે કે તમને તે કામ વ્યવસ્થિત રીતે કરતા આવડે છે કે નહીં. (જેમ કે, જો કૂક તરીકે અરજી કરો તો તમને રસોઈ બનાવતા આવડવું જોઈએ).

૩. ITI નું મહત્વ: પાયોનિયર પોસ્ટ માટે જો તમારી પાસે ITI સર્ટિફિકેટ હોય, તો તમને વધારાનું મહત્વ (પ્રાધાન્ય) આપવામાં આવશે.

CRPF કોન્સ્ટેબલ ભરતી માટે ઓનલાઈન અરજી

CRPF constable government job માટે ઓનલાઈન અરજી કરવી ખૂબ સરળ છે. તમે નીચેના સ્ટેપ્સ અનુસરીને જાતે જ ફોર્મ ભરી શકો છો:

અરજી શરૂ કરતા પહેલા આટલી વસ્તુઓ તૈયાર રાખજો:

  • તમારું આધાર કાર્ડ.
  • 10મા ધોરણની માર્કશીટ (Birth date proof માટે).
  • જો ટ્રેડમેન કે પાયોનિયર માટે અરજી કરતા હોવ, તો ITI સર્ટિફિકેટ અથવા જરૂરી અનુભવનું પ્રમાણપત્ર.
  • જો ડ્રાઈવર પોસ્ટ માટે અરજી કરતા હોવ, તો Heavy Transport Vehicle (HTV) ડ્રાઈવિંગ લાયસન્સ.
  • પાસપોર્ટ સાઈઝનો તાજેતરનો ફોટોગ્રાફ અને સફેદ કાગળ પર કરેલી તમારી સહી (Signature).

ઓનલાઈન અરજી કરવાના સ્ટેપ્સ:

  1. વેબસાઈટ પર જાઓ: CRPF ની ભરતી વેબસાઈટ www.rect.crpf.gov.in પર જાઓ.
  2. નોટિફિકેશન વાંચો: હોમ પેજ પર આપેલું ‘Official Notification’ ડાઉનલોડ કરીને એકવાર ધ્યાનથી વાંચી લો, જેથી તમને ખબર પડે કે કઈ પોસ્ટ માટે તમે લાયક છો.
  3. રજીસ્ટ્રેશન (Registration): “Click Here to Apply” લિંક પર ક્લિક કરો. જો તમે પહેલીવાર આ સાઈટ પર અરજી કરી રહ્યા હોવ, તો ‘New Registration’ પર ક્લિક કરો. તેમાં તમારું નામ, મોબાઈલ નંબર અને ઈમેઈલ આઈડી નાખીને રજીસ્ટ્રેશન પૂર્ણ કરો.
  4. લોગિન (Login): રજીસ્ટ્રેશન સફળ થયા પછી તમને યુઝર આઈડી અને પાસવર્ડ મળશે. તેનાથી લોગિન કરો.
  5. અરજી ફોર્મ ભરો: તમારી પર્સનલ માહિતી (નામ, સરનામું), શિક્ષણની વિગતો અને જે ટ્રેડમાં અરજી કરવી હોય તે ટ્રેડ પસંદ કરો.
  6. ડોક્યુમેન્ટ અપલોડ કરો: તમારા ફોટો અને સહી (Signature) સ્કેન કરીને અપલોડ કરો. (ધ્યાન રાખજો કે ફોટો ચોખ્ખો હોય).
  7. ફી ચૂકવો: જો તમે General/EWS/OBC (પુરુષ) કેટેગરીમાં આવતા હોવ, તો ઓનલાઈન નેટ બેંકિંગ, ડેબિટ/ક્રેડિટ કાર્ડ અથવા UPI દ્વારા ₹100 ફી ભરો. (SC/ST/મહિલા/ભૂતપૂર્વ સૈનિકો માટે ફી નથી).
  8. ફાઇનલ સબમિટ અને પ્રિન્ટ: ફોર્મ સબમિટ કરતા પહેલા બધી માહિતી એકવાર ફરી ચેક કરી લો, કારણ કે પછીથી કોઈ સુધારો નહીં થાય. બધું સાચું હોય તો ‘Final Submit’ પર ક્લિક કરો અને ફોર્મની પ્રિન્ટઆઉટ કાઢીને સાચવી રાખો.

ખાસ નોંધ: જો તમે તમારી જાતે ફોર્મ ભરી શકતા ન હોવ, તો નજીકના સાયબર કાફેમાં જઈને પણ ફોર્મ ભરાવી શકો છો.

CRPF કોન્સ્ટેબલ બનવા માટે ની તૈયારી

CRPF constable tradesman recruitment માટે તમારે શારીરિક અને માનસિક એમ બંને રીતે તૈયાર રહેવું પડશે.

1) લેખિત પરીક્ષાની તૈયારી (CBT – Computer Based Test)

આ પરીક્ષામાં સામાન્ય રીતે ૧૦૦ પ્રશ્નો હોય છે. તમારે નીચેના વિષયો પર ધ્યાન આપવાની જરૂર છે:

  • જનરલ ઇન્ટેલિજન્સ અને રીઝનિંગ: તાર્કિક ક્ષમતા વધારવા માટે જૂના પેપર્સ સોલ્વ કરો.
  • જનરલ નોલેજ (GK): વર્તમાન પ્રવાહો (Current Affairs), ઇતિહાસ, ભૂગોળ અને બંધારણના મૂળભૂત પ્રશ્નો વાંચો. ગુજરાતના સંદર્ભમાં પણ થોડું ધ્યાન રાખવું.
  • ગણિત (Maths): પાયાનું ગણિત (Basic Arithmetic) ખૂબ મહત્વનું છે. ઝડપથી ગણતરી કરવાની પ્રેક્ટિસ કરો.
  • હિન્દી અથવા અંગ્રેજી: તમે જે ભાષામાં વધુ કમ્ફર્ટેબલ હોવ, તેનું વ્યાકરણ અને સમજણ વિકસાવો.

ટિપ: દરરોજ ઓછામાં ઓછા ૨ કલાક વાંચન અને ૧ કલાક રીઝનિંગ/ગણિતની પ્રેક્ટિસ કરો.

2) શારીરિક તૈયારી (Physical Fitness)

CRPF માં સિલેક્શન માટે ફિઝિકલ ટેસ્ટ ખૂબ જ મહત્વનો છે. તમારે નીચેની વસ્તુઓ પર કામ કરવું પડશે:

  • દોડવાની પ્રેક્ટિસ (Running): દરરોજ વહેલી સવારે દોડવાનું શરૂ કરો. સ્ટેમિના વધારવા માટે ધીમે-ધીમે અંતર વધારો.
  • વ્યાયામ: પુશ-અપ્સ (Push-ups), સિટ-અપ્સ અને સ્ક્વોટ્સ (Squats) જેવી કસરતો કરો જે તમારા શરીરને મજબૂત બનાવે.
  • ડાયેટ: પૌષ્ટિક ખોરાક લો જેથી તમે ફિટ રહી શકો.

CRPF ટ્રેડ્સમેન માટે ઉમેદવારની ઊંચાઈ કેટલી જોઈએ? (CRPF tradesman height)

CRPF કોન્સ્ટેબલ (Technical & Tradesmen) ભરતીમાં શારીરિક ધોરણો (Physical Standards) ખૂબ મહત્વના છે. કેટેગરી મુજબ તમારી ઊંચાઈ નીચે મુજબ હોવી જોઈએ:

ઉમેદવારની કેટેગરીપુરુષ (Male)મહિલા (Female)
General / OBC / SC170 સે.મી.157 સે.મી.
ST (અનુસૂચિત જનજાતિ)162.5 સે.મી.150 સે.મી.

છાતીનું માપ (Chest) – માત્ર પુરુષો માટે:

  • General / OBC / SC: 80 સે.મી. (ફુલાવ્યા વગર) અને 85 સે.મી. (ફુલાવ્યા પછી, એટલે કે 5 સે.મી.નો ફૂલાવો ફરજિયાત છે).
  • ST ઉમેદવારો માટે: 76 સે.મી. (ફુલાવ્યા વગર) અને 81 સે.મી. (ફુલાવ્યા પછી).

3) ટ્રેડ ટેસ્ટ (Trade Test) ની તૈયારી

આ ટેસ્ટ ‘ક્વોલિફાયિંગ’ હોય છે, એટલે કે તમારે પાસ થવું જરૂરી છે.

  • જો તમે ડ્રાઈવર માટે અરજી કરી હોય, તો દરરોજ વાહન ચલાવવાની પ્રેક્ટિસ કરો, ખાસ કરીને પાર્કિંગ અને રિવર્સિંગ.
  • જો તમે કૂક કે અન્ય ટ્રેડ માટે હોય, તો તમને તે કામમાં જે પણ બારીકાઈઓ હોય તે શીખી લો.

4) સમયનું વ્યવસ્થાપન (Study Schedule)

તમારા આખા દિવસને આ રીતે વહેંચો:

  • સવાર (૧ કલાક): દોડવાની અને કસરત કરવાની પ્રેક્ટિસ.
  • બપોર/સાંજ (૩-૪ કલાક): પુસ્તકો અને પ્રેક્ટિસ સેટ્સ સાથે લેખિત પરીક્ષાની તૈયારી.
  • રાત્રે: દિવસભર જે વાંચ્યું હોય તેનું રિવિઝન.

5) ખાસ ધ્યાન રાખવાની બાબતો

  • જૂના પેપર્સ: ઇન્ટરનેટ પરથી CRPF ના પાછલા વર્ષના પ્રશ્નપત્રો શોધો અને તે સોલ્વ કરો. તેનાથી તમને પરીક્ષાના સ્તરનો અંદાજ આવશે.
  • નેગેટિવ માર્કિંગ: પરીક્ષામાં ખોટા જવાબના માર્કસ કપાય છે, એટલે જે પ્રશ્ન ચોક્કસ આવડતો હોય તેના પર જ ધ્યાન આપો.
  • નિયમિતતા: એક પણ દિવસ બગાડશો નહીં. સફળતા માટે દરરોજ થોડી-થોડી તૈયારી કરવી જરૂરી છે.
બીજી અગત્યની સરકારી ભરતી:

IPR ગાંધીનગર એપ્રેન્ટિસ ભરતી 2026: 50 ગ્રેજ્યુએટ અને ટેકનિશિયન જગ્યાઓ (IPR Gandhinagar Apprentice Recruitment). Last Date: 11/5/2026
GSFC ભરતી 2026: AI, ડિજિટાઇઝેશન અને કોર્પોરેટ કમ્યુનિકેશન માટે કરાર આધારિત ભરતી. Last Date 27/4/2026

ઘણા ઉમેદવારોને લાગે છે કે ₹21,700 થી ₹69,100 એટલે માત્ર એટલો જ પગાર મળશે, પણ તે ‘બેઝિક પે’ (Basic Pay) છે. હાથમાં આવતો પગાર (In-hand Salary) તેના કરતા ઘણો વધારે હોય છે.

પગારનું માળખું (Pay Structure):

  • Pay Level: Level-3
  • Pay Scale: ₹21,700 થી ₹69,100

શરૂઆતમાં ટ્રેનિંગ પૂરી થયા પછી, એક નવા કોન્સ્ટેબલનો અંદાજિત માસિક પગાર ₹30,000 થી ₹35,000 ની આસપાસ શરૂ થાય છે. જેમ તમારી સર્વિસ વધતી જશે, તેમ તમારો બેઝિક પગાર પણ દર વર્ષે વધશે (Increment) અને પગારમાં વધારો થશે.

બેઝિક પગાર ઉપરાંત, તમને સરકાર તરફથી:

  • DA (Dearness Allowance – મોંઘવારી ભથ્થું): હાલના દર મુજબ બેઝિક પગાર પર મોંઘવારી ભથ્થું મળે છે.
  • HRA (House Rent Allowance – ઘરભાડું): જો તમને સરકારી ક્વાર્ટર ન મળે, તો રહેવા માટે ઘરભાડું મળે છે (જે તમારી પોસ્ટિંગના શહેર મુજબ અલગ-અલગ હોય છે).
  • TA (Transport Allowance – મુસાફરી ભથ્થું): મુસાફરી માટેના ખર્ચનું ભથ્થું.
  • Ration Money: ખાવા-પીવાની વ્યવસ્થા માટે અલગ ભથ્થું.
  • Dress Allowance: ગણવેશના જાળવણી માટે.
  • Risk/Hardship Allowance: જો તમારી પોસ્ટિંગ બોર્ડર પર કે નક્સલ પ્રભાવિત વિસ્તારમાં હોય, તો તેના માટે વિશેષ ‘રિસ્ક એલાઉન્સ’ પણ મળે છે.

Indian Bank Specialist Officer Recruitment 2026: 350 જગ્યાઓ માટે ઓનલાઇન અરજી શરૂ

Leave a Comment