LIC હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (LIC HFL) ૧૮૦ જગ્યાઓ માટે ભરતી લઈને આવ્યું છે, જેના માટે તમે અત્યારથી જ ઓનલાઇન અરજી કરવાનું શરૂ કરી શકો છો. આ નોકરી માટેની સંપૂર્ણ વિગતો તમને નીચે મળી જશે, તેથી નીચે આપેલી માહિતી શાંતિથી વાંચો અને વિગતવાર સમજીને આ નોકરી માટે અરજી કરો.
આ આર્ટિકલમાં કઈ કઈ માહિતી આપેલી છે?
- ભરતીની મુખ્ય માહિતી (Recruitment Overview)
- પરીક્ષાનું માળખું અને અભ્યાસક્રમ (Exam Pattern & Syllabus)
- શૈક્ષણિક લાયકાત (Educational Qualification)
- જરૂરી દસ્તાવેજો (LIC HFL Junior Assistant Documents)
- અરજી કરવાની રીત (How to Apply)
- અગત્યની નોંધ (Important Notes)
- પગાર ધોરણ (LIC HFL Junior Assistant Salary)
- LIC HFL Junior Assistant Age
ભરતીની મુખ્ય માહિતી (Recruitment Overview)
નીચે દરેક મુદ્દા વિશે વિગતવાર સમજાવવામાં આવ્યું છે, જે ખાસ ધ્યાનપૂર્વક વાંચશો.
| વિગત | માહિતી |
| સંસ્થાનું નામ | LIC હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (LIC HFL) |
| પોસ્ટનું નામ | જુનિયર આસિસ્ટન્ટ |
| કુલ જગ્યાઓ | 180 |
| અરજી કરવાની રીત | ઓનલાઇન |
| અરજી શરૂ થવાની તારીખ | 16-04-2026 |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 30-04-2026 |
| વેબસાઇટ | www.lichousing.com |
1) સંસ્થાનું નામ:
LIC હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (LIC HFL) એ ભારતની સૌથી મોટી હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓમાંની એક છે. તે LIC (લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન) ની પેટાકંપની છે. તેનું મુખ્ય કામ લોકોને ઘર ખરીદવા, બાંધવા કે રિનોવેશન માટે ‘હોમ લોન’ (Home Loan) આપવાનું છે.
2) પોસ્ટનું નામ:
જુનિયર આસિસ્ટન્ટ એક ઓફિસ આધારિત નોકરી છે, જેમાં તમારે મુખ્યત્વે બેંકિંગ કે ફાઇનાન્સ ક્ષેત્રનું વહીવટી (Administrative) કામ કરવાનું હોય છે. તેના મુખ્ય કાર્યો આ મુજબ હોઈ શકે છે:
- જે ગ્રાહકો લોન માટે આવે છે, તેમના ફોર્મ અને ડોક્યુમેન્ટ્સ (જેમ કે આવકનો પુરાવો, પ્રોપર્ટીના કાગળો) તપાસવા અને સિસ્ટમમાં અપડેટ કરવા.
- ઓફિસમાં આવતા કે ફોન પર લોન અંગે પૂછપરછ કરતા ગ્રાહકોને માહિતી આપવી અને તેમની સમસ્યાઓનું નિરાકરણ કરવું.
- રોજબરોજનું ઓફિસનું કામ કોમ્પ્યુટરમાં એન્ટ્રી કરવું, ફાઇલો મેનેજ કરવી અને સિનિયર ઓફિસરોને રિપોર્ટ તૈયાર કરી આપવા.
- ઓફિસના દસ્તાવેજો સાચવવા, ફાઇલિંગ કરવું અને જરૂરી કાગળો તૈયાર રાખવા.
3) કુલ જગ્યાઓ:
આ ભરતી આખા ભારત માટે (All-India Recruitment) છે. LIC HFL એ જુદા-જુદા રાજ્યોમાં જગ્યાઓ વહેંચી છે.
| રાજ્ય (State) | કુલ જગ્યાઓ (Vacancies) |
| કર્ણાટક (Karnataka) | 29 |
| મહારાષ્ટ્ર (Maharashtra) | 25 |
| તેલંગાણા (Telangana) | 24 |
| તમિલનાડુ (Tamil Nadu) | 21 |
| મધ્યપ્રદેશ (Madhya Pradesh) | 18 |
| ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) | 13 |
| પશ્ચિમ બંગાળ (West Bengal) | 9 |
| આંધ્રપ્રદેશ (Andhra Pradesh) | 8 |
| બિહાર (Bihar) | 7 |
| ઓડિશા (Odisha) | 7 |
| છત્તીસગઢ (Chhattisgarh) | 3 |
| દિલ્હી (Delhi) | 3 |
| આસામ (Assam) | 3 |
| કેરળ (Kerala) | 3 |
| ગુજરાત (Gujarat) | 2 |
| અન્ય (J&K, Punjab, Rajasthan, Sikkim, વગેરે) | 1 (દરેક રાજ્યમાં) |
| કુલ (Grand Total) | 180 |
શું ગુજરાતમાં જગ્યા છે?
હા, ગુજરાત માટે 2 જગ્યાઓ ફાળવવામાં આવી છે. જો તમે ઇચ્છો તો ગુજરાત રાજ્ય પસંદ કરીને જ અરજી કરી શકો છો. આ કિસ્સામાં તમારે ગુજરાતમાં જ કામ કરવાનું રહેશે.
બીજા રાજ્યમાં જવું પડે?
જો તમે કોઈ એવા રાજ્યમાંથી અરજી કરો છો જ્યાં તમે રહેતા નથી (દા.ત. તમે મહારાષ્ટ્રની 25 જગ્યાઓમાંથી કોઈ એક માટે અરજી કરો), તો હા, તમારે તે રાજ્યમાં નોકરી માટે સ્થળાંતર (Relocate) કરવું પડશે
પરીક્ષાનું માળખું (Exam Pattern)
આ પરીક્ષા કુલ 200 ગુણની હોય છે અને તેને પૂર્ણ કરવા માટે તમને ૨ કલાક (૧૨૦ મિનિટ) નો સમય આપવામાં આવે છે.
| વિષય (Subjects) | પ્રશ્નોની સંખ્યા | કુલ ગુણ |
| અંગ્રેજી ભાષા (English Language) | 50 | 50 |
| તર્કશક્તિ (Logical Reasoning) | 50 | 50 |
| સામાન્ય જ્ઞાન (General Awareness – Housing Finance Focus) | 50 | 50 |
| સંખ્યાત્મક ક્ષમતા (Numerical Ability) | 50 | 50 |
| કોમ્પ્યુટર કૌશલ્ય (Computer Skills) | 50 | 50 |
| કુલ | 250 | 200 |
બીજી અગત્યની સરકારી ભરતી:
➤ IPR ગાંધીનગર એપ્રેન્ટિસ ભરતી 2026: 50 ગ્રેજ્યુએટ અને ટેકનિશિયન જગ્યાઓ (IPR Gandhinagar Apprentice Recruitment). Last Date: 11/5/2026
➤ GSFC ભરતી 2026: AI, ડિજિટાઇઝેશન અને કોર્પોરેટ કમ્યુનિકેશન માટે કરાર આધારિત ભરતી. Last Date 27/4/2026
➤ Indian Bank Specialist Officer Recruitment 2026: 350 જગ્યાઓ માટે ઓનલાઇન અરજી શરૂ
અંગ્રેજી ભાષા (English Language)
- Reading Comprehension (પેરેગ્રાફ પરથી પ્રશ્નો)
- Cloze Test
- Sentence Correction & Improvement
- Vocabulary (Synonyms/Antonyms)
- Grammar (Tenses, Articles, Prepositions)
તર્કશક્તિ (Logical Reasoning)
- Puzzle & Seating Arrangement (ખૂબ મહત્વનું)
- Syllogism (નિગમન)
- Blood Relations (લોહીના સંબંધો)
- Coding-Decoding
- Data Sufficiency
- Logical Reasoning (statements/assumptions)
સંખ્યાત્મક ક્ષમતા (Numerical Ability)
- Data Interpretation (DI – Graphs, Tables, Pie charts)
- Simplification & Approximation
- Number Series
- Quadratic Equations
- Arithmetic Topics: Percentage, Profit & Loss, Average, Time & Work, Speed-Distance, Simple & Compound Interest.
સામાન્ય જ્ઞાન (General Awareness – Housing Finance Focus)
- Housing Finance Industry: હાઉસિંગ ફાઇનાન્સ ક્ષેત્રને લગતા મૂળભૂત ખ્યાલો.
- Banking Awareness: બેંકિંગ ક્ષેત્રના તાજેતરના ફેરફારો.
- Current Affairs: છેલ્લા ૬ મહિનાના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સમાચારો.
- સરકારી યોજનાઓ (ખાસ કરીને આવાસ યોજનાઓ).
કોમ્પ્યુટર કૌશલ્ય (Computer Skills)
- Basics of Computer (Hardware/Software)
- Microsoft Office (MS Word, Excel, PowerPoint)
- Operating Systems (Windows, etc.)
- Internet and Networking Basics.
શૈક્ષણિક લાયકાતની મુખ્ય શરતો:
- તમારી પાસે ભારત સરકાર દ્વારા માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જોઈએ.
- તમે કોઈપણ વિદ્યાશાખા (Arts, Commerce, Science, વગેરે) માં ગ્રેજ્યુએશન કરેલું હોય, તો તમે અરજી કરી શકો છો.
- ગ્રેજ્યુએશનમાં કુલ 55% અથવા તેનાથી વધુ ગુણ હોવા જોઈએ, તો જ તમે આ જગ્યા માટે અરજી કરી શકશો.
- તમને કોમ્પ્યુટર ચલાવવાનું પાયાનું જ્ઞાન (Basic Computer Literacy) હોવું જોઈએ.
જરૂરી દસ્તાવેજો (Documents Required)
- પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ: 4.5cm x 3.5cm
- સફેદ કાગળ પર કાળી શાહી (Black Ink) વાળી પેનથી સહી કરેલી હોવી જોઈએ.
- સફેદ કાગળ પર કાળી કે વાદળી શાહીથી ડાબા હાથના અંગૂઠાનું નિશાન લેવું.
- આ સૌથી મહત્વનું છે. સફેદ કાગળ પર કાળી શાહી વાળી પેનથી નીચે મુજબનું લખાણ તમારી પોતાની Handwriting માં લખવાનું રહેશે.
"I, _______ (અહીં તમારું નામ), hereby declare that all the information submitted by me in the application form is correct, true and valid. I will present the supporting documents as and when required."
- તમારી શૈક્ષણિક વિગતો (ગ્રેજ્યુએશન માર્કશીટ/ડિગ્રી) ફોર્મ ભરતી વખતે સાથે રાખજો, કારણ કે તમારે તેમાં આ વિગતો ભરવાની રહેશે. અને ખાસ કરીને બધી જ વિગતો સાચી ભરજો
- એકવાર અરજી પૂર્ણ કરી લો, પછી તેનો પ્રિન્ટઆઉટ (Application Print) અને ફી ભર્યાની રસીદ (E-receipt) સાચવીને રાખવી.
LIC HFL જુનિયર આસિસ્ટન્ટ માટેની અરજી ફી ₹800/- છે, અને આ ફી પર 18% GST અલગથી લાગુ પડશે. તમારે કુલ ₹800 + ₹144 (18% GST) = ₹944/- જેટલી રકમ ચૂકવવાની રહેશે.
મહત્વની બાબતો:
- આ પરીક્ષા માટે તમે જે ફી ચૂકવશો, તે કોઈપણ સંજોગોમાં પરત કરવામાં આવશે નહીં.
- તમે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, નેટ બેન્કિંગ અથવા UPI દ્વારા ઓનલાઇન પેમેન્ટ કરી શકો છો.
- ઓનલાઇન પેમેન્ટ દરમિયાન લાગતા બેંક ટ્રાન્ઝેક્શન ચાર્જિસ તમારે અલગથી ચૂકવવાના રહેશે.
અરજી કરવાની રીત (How to Apply)
LIC HFL જુનિયર આસિસ્ટન્ટની ભરતી માટે ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે
- સૌથી પહેલા LIC HFL ની ઓફિશિયલ વેબસાઇટ www.lichousing.com પર જાઓ.
- વેબસાઇટમાં નીચેના ભાગમાં અથવા મેનૂમાં “Careers” સેક્શન શોધો અને તેના પર ક્લિક કરો, ત્યારબાદ “Job Opportunities” પસંદ કરો.
- ત્યાં તમને “RECRUITMENT OF JUNIOR ASSISTANTS” નામની લિંક દેખાશે, તેના પર ક્લિક કરીને “Apply Online” બટન પર જાઓ.
- જો તમે પહેલીવાર અરજી કરી રહ્યા હોવ, તો “Click here for New Registration” પર ક્લિક કરો. તમારી બેઝિક વિગતો (નામ, ઈમેલ, મોબાઈલ નંબર) દાખલ કરો.
- રજીસ્ટ્રેશન સફળ થયા પછી તમને SMS અથવા ઈમેલ દ્વારા Provisional Registration Number અને Password મળશે. તેને ક્યાંક નોંધી લેજો, તે આગળ કામ લાગશે.
- લોગિન કરીને આખું એપ્લિકેશન ફોર્મ કાળજીપૂર્વક ભરો. દરેક સેક્શન ભર્યા પછી “Save & Next” પર ક્લિક કરતા રહો.
- જે ડોક્યુમેન્ટ્સ (ફોટો, સહી, અંગૂઠાનું નિશાન અને હાથથી લખેલું ડિકલેરેશન) આપણે આગળ વાત કરી હતી, તે અહીં અપલોડ કરો.
- ફોર્મ સબમિટ કરતા પહેલા એકવાર બધી માહિતી શાંતિથી ચેક કરી લો (Preview). કોઈ ભૂલ ન હોય તો જ “COMPLETE REGISTRATION” પર ક્લિક કરો.
- છેલ્લે ઓનલાઇન ફી (₹800 + GST) ભરવા માટે ડેબિટ/ક્રેડિટ કાર્ડ, નેટ બેન્કિંગ અથવા UPI નો ઉપયોગ કરો.
- ફી ભરાઈ ગયા પછી, E-receipt અને Application Form બંનેની પ્રિન્ટઆઉટ (અથવા PDF સેવ) અવશ્ય કરી લેવી.
- અરજી કરવાની છેલ્લી તારીખ 30 એપ્રિલ, 2026 છે, તેથી છેલ્લી ઘડીની રાહ જોયા વગર ફોર્મ ભરી દેવું.
LIC HFL જુનિયર આસિસ્ટન્ટ ભરતી 2026 પગાર ધોરણ (Salary)
કંપની દ્વારા આપવામાં આવતું વાર્ષિક CTC (Cost to Company) આશરે ₹4.64 લાખ થી ₹4.98 લાખ ની વચ્ચે હોય છે.
| વિગત | માહિતી |
| બેઝિક પે (Basic Pay) | ₹20,000 પ્રતિ મહિને |
| વાર્ષિક CTC | ₹4,64,508 થી ₹4,98,108 (શહેર મુજબ) |
| અંદાજિત ઇન-હેન્ડ પગાર | ₹26,700 થી ₹29,500 પ્રતિ મહિને |
તમારો પગાર તમે કયા શહેરમાં નોકરી કરો છો (મોટું શહેર કે નાનું શહેર – City Category I, II, or III) તેના પર આધારિત હશે.
LIC HFL જુનિયર આસિસ્ટન્ટ ભરતી 2026 માટે વય મર્યાદા નીચે મુજબ છે:
- ન્યૂનતમ ઉંમર: 21 વર્ષ
- મહત્તમ ઉંમર: 30 વર્ષ
LIC HFL જુનિયર આસિસ્ટન્ટની પરીક્ષા માટે વ્યવસ્થિત તૈયારી કેવી રીતે કરવી?
- પાંચેય વિષયો (English, Reasoning, General Awareness, Numerical Ability, Computer) માટે સમાન મહત્વ આપો, કારણ કે દરેક વિભાગના ૪૦ ગુણ છે.
- નક્કી કરો કે કયો વિષય તમારો મજબૂત છે અને કયામાં તમારે વધુ મહેનતની જરૂર છે. નબળા વિષયોને દિવસના શરૂઆતના સમયમાં ભણો જ્યારે તમારું મન એકાગ્ર હોય.
- પાયાના ગણિતના નિયમો (Simplification, Percentage, Profit & Loss) પાકા કરો. દરરોજ DI (Data Interpretation) ના ઓછામાં ઓછા ૨-૩ સેટ સોલ્વ કરો.
- Logical Reasoning: આમાં પઝલ્સ અને સીટિંગ એરેન્જમેન્ટ (Puzzles & Seating Arrangement) પર સૌથી વધુ ધ્યાન આપો.
- દરરોજ અંગ્રેજી સમાચારપત્ર વાંચો. ગ્રામરના મૂળ નિયમો (Tenses, Articles, Prepositions) તૈયાર કરો.
- Computer Skills: આ સૌથી સરળ અને સ્કોરિંગ વિષય છે. MS Office (Word, Excel) અને બેઝિક ઇન્ટરનેટ ટર્મિનૉલોજી તૈયાર કરી લેવી.
બીજી અગત્યની સરકારી ભરતી:
➤ ભારતીય સેના (Indian Army) RVC 95મો કોર્સ ભરતી 2026: SSC વેટરનરી ઓફિસર માટે ભરતી. Last Date: 18/5/2026
➤ SSC Phase XIV Recruitment 2026: 3003 જગ્યાઓ માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી? Last Date: 4/5/2026
➤ NCL ભરતી 2026: HEMM ઓપરેટર, પેરામેડિકલ અને ઓવરસીયરની 577 જગ્યાઓ. Last Date: 01-05-2026