RRB ALP ભરતી 2026: રેલવેમાં આસિસ્ટન્ટ લોકો પાઇલટ (ALP) માટે 11,127 જગ્યાઓ પર મોટી ભરતી!

Indian railways assistant loco pilot ની પોસ્ટ માટે ૧૧,૧૨૭ જગ્યાઓ વાળી ભરતી આવી ગઈ છે. જો તમારે લોકો પાઇલટ બનવું હોય અને તમે લાંબા સમયથી રેલવેની તૈયારી કરતા હોવ, તો આ ભરતી તમારા માટે જ છે. નીચે આ ભરતી વિશે સંપૂર્ણ માહિતી વાંચો અને પછી અરજી કરો.

આટલી માહિતી ધ્યાનથી વાંચો:

  • ભરતીની વિગતો (assistant loco pilot)
  • ભરતીમાં શું કામ કરવાનું રહેશે?
  • શૈક્ષણિક લાયકાત
  • પગાર ધોરણ
  • વય મર્યાદા
  • કેવી રીતે અરજી કરવી?
  • પરીક્ષામાં શું આવશે?
  • કેવી રીતે તૈયારી કરવી?

આસિસ્ટન્ટ લોકો પાઇલટ (ALP) મુખ્ય વિગતો

વિગતમાહિતી
સંસ્થાનું નામરેલવે ભરતી બોર્ડ (RRB)
પોસ્ટનું નામઆસિસ્ટન્ટ લોકો પાઇલટ (ALP)
કુલ ખાલી જગ્યાઓ11,127
અરજી કરવાની રીતમાત્ર ઓનલાઇન (rrbapply.gov.in)
જાહેરાત નંબરCEN 01/2026
ઓફિશિયલ વેબસાઇટrrbapply.gov.in
શરૂઆતની તારીખ૧૫ મે ૨૦૨૬
છેલ્લી તારીખ૧૪ જૂન ૨૦૨૬ (રાત્રે ૨૩:૫૯ વાગ્યા સુધી)
બીજી અગત્યની સરકારી ભરતી:

ભારતીય સેના (Indian Army) RVC 95મો કોર્સ ભરતી 2026: SSC વેટરનરી ઓફિસર માટે ભરતી. Last Date: 18/5/2026
SSC Phase XIV Recruitment 2026: 3003 જગ્યાઓ માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી? Last Date: 4/5/2026
NCL ભરતી 2026: HEMM ઓપરેટર, પેરામેડિકલ અને ઓવરસીયરની 577 જગ્યાઓ. Last Date: 01-05-2026

આસિસ્ટન્ટ લોકો પાઇલટ શું મા કામ કરવાનું રહેશે?

આસિસ્ટન્ટ લોકો પાઇલટ (ALP) નું મુખ્ય કામ ટ્રેનના મુખ્ય ડ્રાઇવર (લોકો પાઇલટ) ને મદદ કરવાનું હોય છે. તેમની મુખ્ય જવાબદારીઓ નીચે મુજબ છે:

  • મુખ્ય લોકો પાઇલટ ટ્રેન ચલાવે છે, જ્યારે ALP (આસિસ્ટન્ટ લોકો પાઇલટ) તેમને સિગ્નલ ઓળખવામાં અને ટ્રેકની સ્થિતિ પર નજર રાખવામાં મદદ કરે છે.
  • ટ્રેનના સિગ્નલ, સ્પીડ અને ટ્રેક પર કોઈ અવરોધ તો નથી ને, તે સતત મોનિટર કરવાનું કામ ALP નું છે.
  • ટ્રેન ઉપડતા પહેલા એન્જિનના મહત્વના મિકેનિકલ ભાગો અને તેની સ્થિતિની તપાસ કરવી.
  • મુસાફરો અને માલસામાનની સલામતી માટે રેલવેના સુરક્ષા નિયમોનું ચુસ્તપણે પાલન કરવું.
  • મુસાફરી દરમિયાન ટ્રેનની કામગીરી, સિગ્નલની સ્થિતિ અને અન્ય જરૂરી માહિતી ‘લોગબુક’માં નોંધવી.
  • જો રસ્તામાં કોઈ ટેકનિકલ સમસ્યા આવે, તો મુખ્ય પાઇલટને એન્જિન રિપેરિંગ અથવા સમસ્યા ઉકેલવામાં મદદ કરવી.

ટૂંકમાં કહીએ તો, આ એક ખૂબ જ જવાબદારીવાળું કામ છે, જેમાં સતર્કતા અને ટેકનિકલ જાણકારી ખૂબ જરૂરી છે.

શૈક્ષણિક લાયકાત શું જોઈએ?

RRB ALP (આસિસ્ટન્ટ લોકો પાઇલટ) ભરતી માટેની શૈક્ષણિક લાયકાત નીચે મુજબ છે:

  • 10 પાસ: ઉમેદવાર 10મું ધોરણ (Matriculation) પાસ હોવા જોઈએ.
  • ITI અથવા ડિપ્લોમા: 10 પાસ હોવાની સાથે સાથે નીચેનામાંથી કોઈપણ એક લાયકાત હોવી અનિવાર્ય છે:
  • કોઈપણ માન્ય સંસ્થામાંથી સંબંધિત એન્જિનિયરિંગ ટ્રેડમાં ITI સર્ટિફિકેટ.
  • અથવા, સંબંધિત એન્જિનિયરિંગ ક્ષેત્રમાં ડિપ્લોમા (Diploma).

નોંધ: તમારી પાસે કયા ટ્રેડમાં ITI કે ડિપ્લોમા છે, તે સત્તાવાર નોટિફિકેશનમાં આપેલા માન્ય ટ્રેડ્સની યાદી સાથે મેચ થવું જોઈએ.

પગાર ધોરણ (Indian Railway Assistant Loco Pilot Salary Per Month)

RRB ALP (આસિસ્ટન્ટ લોકો પાઇલટ) માટેનું પગાર ધોરણ 7મા પગાર પંચ (7th Central Pay Commission) મુજબ નક્કી કરવામાં આવે છે. આ પોસ્ટ માટે શરૂઆતનો મૂળ પગાર ₹19,900 છે, પરંતુ તેમાં ઘણા વધારાના ભથ્થાં (Allowances) ઉમેરવામાં આવે છે, જેથી તમારો હાથમાં આવતો પગાર (In-hand Salary) ઘણો વધારે હોય છે.

  • મૂળ પગાર (Basic Pay) ₹19,900/- પ્રતિ મહિને છે.
  • ALP માટે પગારમાં માત્ર બેઝિક પે નથી હોતો, પરંતુ તેમાં નીચે મુજબના ભથ્થાં ઉમેરાય છે:
    • DA (Dearness Allowance): મોંઘવારી ભથ્થું, જે હાલમાં સરકારના નિયમ મુજબ વધતું રહે છે.
    • HRA (House Rent Allowance): તમે કયા શહેરમાં પોસ્ટિંગ ધરાવો છો (X, Y, કે Z ક્લાસ સિટી) તેના આધારે આ ભથ્થું મળે છે.
    • Running Allowance: આ આસિસ્ટન્ટ લોકો પાઇલટના પગારનો સૌથી મહત્વનો ભાગ છે. તમે ટ્રેન કેટલા કિલોમીટર ચલાવો છો, તેના આધારે આ ભથ્થું વધારાનું મળે છે.
    • Night Duty Allowance: જો તમારી ડ્યુટી રાત્રિ દરમિયાન હોય, તો તેનું અલગ ભથ્થું મળે છે.
    • Transport Allowance (TA): મુસાફરી માટેનું ભથ્થું.
  • તમામ ભથ્થાં (DA, HRA, Running Allowance, વગેરે) ઉમેર્યા પછી, એક આસિસ્ટન્ટ લોકો પાઇલટનો શરૂઆતનો કુલ પગાર આશરે ₹30,000 થી ₹38,000 કે તેનાથી વધુ હોઈ શકે છે.

તમારો ચોક્કસ પગાર તમારા પોસ્ટિંગના સ્થળ અને ટ્રેનિંગ/ઓપરેશનલ કામના કલાકો (કિલોમીટર) પર નિર્ભર કરે છે. જેટલા કિલોમીટર તમે ટ્રેન ચલાવશો, તેટલું ‘Running Allowance’ વધશે, એટલે પગાર પણ વધશે.

મહત્તમ ઉંમર કેટલી જોઈએ?

  • ન્યૂનતમ વય: 18 વર્ષ
  • મહત્તમ વય: 30 વર્ષ
  • ગણતરીની તારીખ: ઉંમરની ગણતરી 01 જુલાઈ 2026 ના રોજ કરવામાં આવશે.

સરકારના નિયમો મુજબ, અનામત વર્ગોના ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવે છે:

  • SC/ST ઉમેદવારો: 5 વર્ષ સુધીની છૂટછાટ.
  • OBC (Non-Creamy Layer) ઉમેદવારો: 3 વર્ષ સુધીની છૂટછાટ.
  • PwBD (દિવ્યાંગ) ઉમેદવારો: કેટેગરી મુજબ અલગ-અલગ છૂટછાટ લાગુ પડે છે.

કેવી રીતે અરજી કરવી?

RRB ALP (આસિસ્ટન્ટ લોકો પાઇલટ) ની ભરતી માટે અરજી કરવાની પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઇન છે. નીચે આપેલા બધા ડોક્યુમેન્ટ્સ તમારે તૈયાર રાખવા.

  • આધાર કાર્ડ: વેરિફિકેશન માટે (ખાસ જરૂરી).
  • શૈક્ષણિક પ્રમાણપત્રો: 10મા ધોરણની માર્કશીટ અને ITI/ડિપ્લોમાનું સર્ટિફિકેટ.
  • ફોટો અને સહી: તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સફેદ કાગળ પર કરેલી સહી (સ્કેન કરેલી નકલ).
  • અન્ય: ઈમેલ આઈડી, મોબાઈલ નંબર અને બેંક ડિટેલ્સ (ફી ભરવા માટે).

અરજી કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ રીત:

  • RRB ની ઓફિશિયલ વેબસાઇટ rrbapply.gov.in પર જાઓ. (યાદ રાખો, 15 મે 2026 થી લિંક એક્ટિવ થશે).
  • હોમ પેજ પર ‘Apply Online’ અથવા ‘New Registration’ લિંક પર ક્લિક કરો. તમારી મૂળભૂત વિગતો જેવી કે નામ, જન્મતારીખ, ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર નાખીને રજિસ્ટ્રેશન પૂર્ણ કરો.
  • રજિસ્ટ્રેશન થયા બાદ તમને યુઝર આઈડી અને પાસવર્ડ મળશે. તેના દ્વારા લોગિન કરો.
  • તમારી શૈક્ષણિક લાયકાત, સરનામું અને અન્ય વ્યક્તિગત માહિતી કાળજીપૂર્વક ભરો.
  • તમારી વિગતો તમારા આધાર કાર્ડ સાથે મેળ ખાતી હોવી જોઈએ, જેથી વેરિફિકેશનમાં સરળતા રહે.
  • સૂચના મુજબ ફોટોગ્રાફ, સહી અને જરૂરી શૈક્ષણિક ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.
  • તમારી કેટેગરી મુજબ (General/OBC માટે 500 અને SC/ST/Female માટે 250) ઓનલાઇન માધ્યમથી (Net Banking, Credit/Debit Card, અથવા UPI) ફી ભરો.
  • બધી વિગતો ફરી એકવાર તપાસી લો અને ફોર્મ સબમિટ કરો. સબમિટ કર્યા પછી, કન્ફર્મેશન પેજની પ્રિન્ટઆઉટ અથવા PDF સેવ કરીને તમારી પાસે રાખો.
  • છેલ્લી તારીખની નજીક વેબસાઇટ પર ટ્રાફિક હોવાથી સર્વર ધીમું હોઈ શકે છે, તેથી વહેલી તકે ફોર્મ ભરી દેવું.

તમે સાયબર કેફે જઈને પણ ફોર્મ ભરાવી શકો છો.

પરીક્ષામાં શું આવશે?

RRB ALP ની પરીક્ષા મુખ્યત્વે ત્રણ મુખ્ય તબક્કાઓમાં લેવાય છે. આ એક લાંબી પ્રક્રિયા છે જેમાં તમારી તાર્કિક ક્ષમતા, વિષયનું જ્ઞાન અને માનસિક તત્પરતાની કસોટી કરવામાં આવે છે.

1) પ્રથમ તબક્કો: Computer Based Test (CBT – 1)

આ પરીક્ષા મુખ્યત્વે ‘સ્ક્રીનિંગ’ માટે હોય છે.

  • વિષયો:
    • ગણિત (Mathematics): સંખ્યા પદ્ધતિ, ટકાવારી, સમય-કાર્ય, વગેરે.
    • તાર્કિક ક્ષમતા (General Intelligence & Reasoning): કોડિંગ-ડીકોડિંગ, પઝલ્સ, સીરીઝ, વગેરે.
    • સામાન્ય વિજ્ઞાન (General Science): ભૌતિક, રસાયણ અને જીવવિજ્ઞાન (ધોરણ 10 સુધીનું).
    • સામાન્ય જ્ઞાન (General Awareness): કરંટ અફેર્સ, વિજ્ઞાન, ટેકનોલોજી, રમતગમત.

2) બીજો તબક્કો: Computer Based Test (CBT – 2)

જે ઉમેદવારો CBT-1 પાસ કરે છે તેઓ આ સ્ટેજમાં જાય છે. આના બે ભાગ હોય છે:

  • Part A: ગણિત, રીઝનિંગ, બેઝિક સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ અને કરંટ અફેર્સ. (આ ભાગના માર્કસ મેરિટ લિસ્ટ માટે ગણાય છે).
  • Part B: તમારા ટ્રેડનું જ્ઞાન (જેમાં તમે ITI અથવા ડિપ્લોમા કર્યું હોય). આ ભાગ માત્ર ‘ક્વોલિફાઇંગ’ હોય છે, એટલે કે તેમાં તમારે પાસ થવા માટે નક્કી કરેલા લઘુત્તમ માર્કસ લાવવા જરૂરી છે.

3) ત્રીજો તબક્કો: Computer Based Aptitude Test (CBAT)

આને ‘સાયકોમેટ્રિક ટેસ્ટ’ પણ કહેવાય છે.

  • આ પરીક્ષા ફક્ત ALP ની પોસ્ટ માટે હોય છે.
  • અહીં તમારી નિર્ણય લેવાની ક્ષમતા (Decision Making), ધ્યાન કેન્દ્રિત કરવાની શક્તિ અને ટ્રેન ચલાવવા માટે જરૂરી માનસિક સજ્જતાની ચકાસણી કરવામાં આવે છે.

અંતિમ તબક્કાઓ:

  • Document Verification (DV): તમારા તમામ શૈક્ષણિક અને જાતિના પ્રમાણપત્રોની ચકાસણી.
  • Medical Examination: લોકો પાઇલટ માટે દ્રષ્ટિ (Vision) નું ધોરણ A-1 હોવું ખૂબ જરૂરી છે. તમારી શારીરિક તંદુરસ્તીની તપાસ કરવામાં આવશે.

આસિસ્ટન્ટ લોકો પાઇલટ માટે કેવી રીતે તૈયારી કરવી?

  • CBT-2 ના ‘Part A’ અને ‘Part B’ પર વધુ ધ્યાન આપો, કારણ કે તે મેરિટ નક્કી કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે.
  • તમારા ITI કે ડિપ્લોમાના વિષયોનું પાયાનું જ્ઞાન ખૂબ મજબૂત રાખો.
  • જૂના વર્ષના પ્રશ્નપત્રો (Previous Year Papers) અને મોક ટેસ્ટ આપવાનું શરૂ કરો.
બીજી અગત્યની સરકારી ભરતી:

IPR ગાંધીનગર એપ્રેન્ટિસ ભરતી 2026: 50 ગ્રેજ્યુએટ અને ટેકનિશિયન જગ્યાઓ (IPR Gandhinagar Apprentice Recruitment). Last Date: 11/5/2026
GSFC ભરતી 2026: AI, ડિજિટાઇઝેશન અને કોર્પોરેટ કમ્યુનિકેશન માટે કરાર આધારિત ભરતી. Last Date 27/4/2026
Indian Bank Specialist Officer Recruitment 2026: 350 જગ્યાઓ માટે ઓનલાઇન અરજી શરૂ

Leave a Comment