OPaL Recruitment 2026: ONGC ની પેટા કંપનીમાં એપ્રેન્ટિસ તરીકે જોડાવાની સુવર્ણ તક, આજે જ કરો અરજી!

ONGC Petro additions Limited (OPaL) દ્વારા વિવિધ એપ્રેન્ટિસ પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જે ઉમેદવારો અને વિદ્યાર્થીઓ ઘણા લાંબા સમયથી સારી કંપનીમાં એપ્રેન્ટિસશિપ શોધી રહ્યા હતા, તેમના માટે આ ખૂબ ઉપયોગી તક છે. પહેલા નીચેની બધી માહિતી શાંતિથી વાંચો અને પછી એપ્લાય કરો.

ભરતીની મુખ્ય વિગતો (Key Highlights)

વિગતમાહિતી
સંસ્થાનું નામONGC Petro additions Limited (OPaL)
પોસ્ટનું નામએપ્રેન્ટિસ (Apprentice)
અવધિ૧ વર્ષ
સ્થળદહેજ, વડોદરા, અમદાવાદ, મુંબઈ, દિલ્હી
અરજી કરવાની રીતઓનલાઇન
છેલ્લી તારીખ૧૫ મે, ૨૦૨૬
બીજી અગત્યની સરકારી ભરતી:

ભારતીય સેના (Indian Army) RVC 95મો કોર્સ ભરતી 2026: SSC વેટરનરી ઓફિસર માટે ભરતી. Last Date: 18/5/2026
SSC Phase XIV Recruitment 2026: 3003 જગ્યાઓ માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી? Last Date: 4/5/2026
NCL ભરતી 2026: HEMM ઓપરેટર, પેરામેડિકલ અને ઓવરસીયરની 577 જગ્યાઓ. Last Date: 01-05-2026

ખાલી જગ્યાઓ અને શૈક્ષણિક લાયકાત

OPaL દ્વારા ટેકનિકલ અને એક્ઝિક્યુટિવ એમ બંને પ્રકારની પોસ્ટ માટે ભરતી કરવામાં આવશે.

1) ટેકનિકલ ટ્રેડ્સ (દહેજ લોકેશન: વડોદરા, અમદાવાદ, મુંબઈ, દિલ્હી):

  • AOCP, Fitter, Electrician, IMCP: જે-તે ટ્રેડમાં ITI પ્રમાણપત્ર ધરાવતા ઉમેદવારો.
  • નોંધ: આ પોસ્ટ માટે ‘Apprenticeship India’ પોર્ટલ પર અરજી કરવાની રહેશે.

2) એક્ઝિક્યુટિવ રોલ્સ (વિવિધ લોકેશન):

  • HR Executive: B.B.A. ની ડિગ્રી.
  • Account Executive: B.Com ની ડિગ્રી.
  • IT Executive: IT માં બેચલર ડિગ્રી.

નોંધ: આ પોસ્ટ માટે ‘NATS’ પોર્ટલ પર અરજી કરવાની રહેશે.

અરજી કેવી રીતે કરવી? (How to Apply)

ઉમેદવારોએ તેમની લાયકાત મુજબ નીચે મુજબના પોર્ટલ પર જઈને ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે:

  • ટેકનિકલ ટ્રેડ્સ માટે: Apprenticeship India Portal પર જઈને નોંધણી કરો.
  • ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ (એક્ઝિક્યુટિવ) માટે: NATS Portal પર જઈને નોંધણી કરો.

અરજી કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રક્રિયા:

સૌ પ્રથમ, OPaL ની અધિકૃત વેબસાઇટ www.opalindia.in પર જઈને વિગતવાર જાહેરાત (Notification) ધ્યાનથી વાંચો.

1) ટેકનિકલ ટ્રેડ્સમાં કેવી રીતે અરજી કરવી?

  • સૌ પ્રથમ apprenticeshipindia.gov.in વેબસાઇટ પર જાઓ.
  • ‘Candidate Registration’ પર ક્લિક કરો અને તમારું રજીસ્ટ્રેશન કરો. રજીસ્ટ્રેશન માટે તમારો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી તૈયાર રાખો.
  • રજીસ્ટ્રેશન પછી, તમારા એકાઉન્ટમાં લોગિન કરો.
  • Edit Profile: ત્યાં જઈને તમારી સંપૂર્ણ માહિતી ભરો.
  • આધાર કાર્ડ સાથે મોબાઈલ લિંક હોવો જરૂરી છે (E-KYC માટે).
  • તમારી ITI ની માર્કશીટ મુજબ પાસિંગ યર, ટ્રેડનું નામ અને ટકાવારી (Marks) ચોકસાઈપૂર્વક ભરો.
  • પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ અને સહી અપલોડ કરો.
  • તમારો બેંક એકાઉન્ટ નંબર અને IFSC કોડ આપો (સ્ટેપેન્ડ જમા કરવા માટે).
OPaL માટે અરજી કરવી (Apply for OPaL):
  • વેબસાઈટમાં ‘Apprenticeship Opportunities’ ટેબ પર ક્લિક કરો.
  • ‘Establishment Name’ માં “ONGC Petro additions Limited” અથવા “OPaL” લખીને સર્ચ કરો.
  • તમારી લાયકાત મુજબ (તમે જે ટ્રેડમાં ITI કર્યું હોય, જેમ કે Fitter કે Electrician) તે પોસ્ટ સામે આપેલા “Apply” બટન પર ક્લિક કરો.
  • એપ્લાય કર્યા પછી, એક કન્ફર્મેશન મેસેજ આવશે. તમારી અરજી સફળતાપૂર્વક સબમિટ થઈ ગઈ છે તે ચેક કરવા માટે તમારા ડેશબોર્ડ પર ‘Applications’ વિભાગમાં જોઈ શકાય છે.

2) ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ (એક્ઝિક્યુટિવ રોલ્સ) માટે અરજી કરવાની રીત:

  • સૌ પ્રથમ nats.education.gov.in વેબસાઇટ પર જાઓ.
  • જો તમે પહેલીવાર આ પોર્ટલ વાપરતા હોવ, તો ‘Enroll’ બટન પર ક્લિક કરીને તમારું રજીસ્ટ્રેશન કરો.
  • જો અગાઉ રજીસ્ટ્રેશન કરેલું હોય, તો સીધા ‘Login’ કરો.
  • રજીસ્ટ્રેશન પછી તમારી પ્રોફાઈલ ૧૦૦% પૂર્ણ કરવી જરૂરી છે.
  • E-KYC: આધાર કાર્ડનો ઉપયોગ કરીને તમારી ઓળખ ચકાસો.
  • શૈક્ષણિક વિગતો: તમારી ડિગ્રીની માર્કશીટ મુજબ યુનિવર્સિટીનું નામ, પાસિંગ વર્ષ અને ટકાવારી ચોકસાઈપૂર્વક ભરો.
  • દસ્તાવેજો: તમારી ડિગ્રી સર્ટિફિકેટ, ફોટોગ્રાફ અને સહી અપલોડ કરો.
OPaL માટે સર્ચ કરવું:
  • પ્રોફાઈલ પૂર્ણ થયા પછી, ‘Apply’ ટેબમાં જાઓ.
  • ‘Establishment Name’ (સંસ્થાનું નામ) ના ખાનામાં “ONGC Petro additions Limited” અથવા “OPaL” સર્ચ કરો.
  • તમને તમારી લાયકાત મુજબ (HR Executive, Account Executive, કે IT Executive) ખાલી જગ્યાઓ જોવા મળશે.
  • જે પોસ્ટ માટે તમે લાયક હોવ, તેની સામે આપેલા “Apply” બટન પર ક્લિક કરો.
  • અરજી સબમિટ થયા પછી, તેનું કન્ફર્મેશન તમારા ડેશબોર્ડ પર દેખાશે.

OPaL ભરતી ૨૦૨૬ માટે જરૂરી દસ્તાવેજો (List of Required Documents)

ઓળખનો પુરાવો: આધાર કાર્ડ (Aadhaar Card) – આ ફરજિયાત છે.

શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો:

  • ધોરણ ૧૦ (SSC) ની માર્કશીટ.
  • ધોરણ ૧૨ (HSC) ની માર્કશીટ (જો લાગુ હોય).
  • ITI પ્રમાણપત્ર (ટેકનિકલ ટ્રેડ્સ માટે – AOCP/Fitter/Electrician વગેરે).
  • ડિગ્રી પ્રમાણપત્ર અથવા ફાઈનલ યરની માર્કશીટ (HR/Account/IT Executive માટે B.B.A./B.Com/IT ની ડિગ્રી).

અન્ય પ્રમાણપત્રો:

  • જાતિનું પ્રમાણપત્ર (Caste Certificate – SC/ST/OBC/EWS ઉમેદવારો માટે, જો લાગુ પડતું હોય).
  • દિવ્યાંગતાનું પ્રમાણપત્ર (PWD Certificate – જો લાગુ પડતું હોય).

ફોટોગ્રાફ અને સહી:

  • પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ (તાજેતરનો અને સ્પષ્ટ).
  • ઉમેદવારની સહી (સ્કેન કરેલી કોપી).

પોર્ટલ રજીસ્ટ્રેશન:

  • Apprenticeship India પોર્ટલનો રજીસ્ટ્રેશન નંબર (ટેકનિકલ ટ્રેડ્સ માટે).
  • NATS પોર્ટલનો રજીસ્ટ્રેશન નંબર (એક્ઝિક્યુટિવ રોલ્સ માટે).

પગાર ધોરણ કેટલું છે?

એપ્રેન્ટિસશિપમાં સામાન્ય રીતે “પગાર” (Salary) શબ્દના બદલે “સ્ટેપેન્ડ” (Stipend – માસિક ભથ્થું) શબ્દ વપરાય છે. કેન્દ્ર સરકારના નિયમ મુજબ, એપ્રેન્ટિસને એક નિશ્ચિત રકમ માસિક ભથ્થા તરીકે આપવામાં આવે છે.

  • એપ્રેન્ટિસશિપ દરમિયાન પસંદ થયેલા ઉમેદવારોને ભારત સરકારના ‘એપ્રેન્ટિસ એક્ટ’ (Apprentices Act) મુજબ માસિક સ્ટેપેન્ડ (Stipend) ચૂકવવામાં આવે છે.
  • એપ્રેન્ટિસશિપમાં મળવાપાત્ર સ્ટેપેન્ડની રકમ ઉમેદવારની શૈક્ષણિક લાયકાત (ITI Certificate અથવા Graduate Degree) પર આધાર રાખે છે.
  • ચોક્કસ રકમ (દા.ત. ₹૮,૦૦૦ થી ₹૧૫,૦૦૦ ની વચ્ચે, જે શૈક્ષણિક લાયકાત મુજબ હોય છે) જાણવા માટે ઉમેદવારોએ OPaL ની અધિકૃત જાહેરાત (Official Notification) માં આપેલા ‘Financial Terms’ વિભાગને એકવાર અવશ્ય તપાસી લેવો.
બીજી અગત્યની સરકારી ભરતી:

RRB ALP ભરતી 2026: રેલવેમાં આસિસ્ટન્ટ લોકો પાઇલટ (ALP) માટે 11,127 જગ્યાઓ પર મોટી ભરતી!
IIT Gandhinagar Recruitment 2026: JRF અને Program Associate પોસ્ટ માટે ઓનલાઇન અરજી કરો
LIC HFL Junior Assistant Recruitment 2026: 180 જગ્યાઓ માટે ઓનલાઇન અરજી શરૂ

OPaL એપ્રેન્ટિસ તરીકે કામનું સ્વરૂપ

એપ્રેન્ટિસશિપ એ એક તાલીમબદ્ધ પ્રોગ્રામ છે, જેમાં તમને ઇન્ડસ્ટ્રીયલ કામકાજનું પ્રેક્ટિકલ અનુભવ મેળવવાનો મોકો મળે છે.

૧. ટેકનિકલ ટ્રેડ્સ (ITI પ્રમાણપત્ર ધરાવતા ઉમેદવારો માટે):

  • AOCP (Attendant Operator Chemical Plant): કેમિકલ પ્લાન્ટમાં ચાલતી વિવિધ પ્રોસેસનું મોનિટરિંગ કરવું, મશીનોનું સંચાલન કરવું અને સુરક્ષાના નિયમો મુજબ પ્લાન્ટનું કામકાજ સંભાળવું.
  • Fitter: મશીનરીના ભાગોનું એસેમ્બલી કરવું, મશીનોનું મેઇન્ટેનન્સ કરવું અને ખરાબ થયેલા સ્પેરપાર્ટ્સનું સમારકામ કરવું.
  • Electrician: ફેક્ટરી કે પ્લાન્ટમાં ઇલેક્ટ્રિકલ વાયરિંગ, પેનલનું મેઇન્ટેનન્સ, મોટર રિપેરિંગ અને લાઇટિંગ સિસ્ટમનું ધ્યાન રાખવું.
  • IMCP (Instrument Mechanical Chemical Plant): કેમિકલ પ્લાન્ટમાં વપરાતા વિવિધ સેન્સર્સ, કંટ્રોલ સિસ્ટમ અને ઇન્સ્ટ્રુમેન્ટ્સનું કેલિબ્રેશન અને મેઇન્ટેનન્સ કરવું.

૨. એક્ઝિક્યુટિવ રોલ્સ (ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે):

  • HR Executive: કર્મચારીઓની ભરતી પ્રક્રિયામાં મદદ કરવી, એટેન્ડન્સ રેકોર્ડ રાખવો, પેરોલ મેનેજમેન્ટ અને વહીવટી (Administrative) કામકાજમાં સહયોગ આપવો.
  • Account Executive: નાણાકીય વ્યવહારોની એન્ટ્રી કરવી, બિલિંગ, ટેક્સ રિટર્ન અને એકાઉન્ટિંગ સોફ્ટવેર (જેમ કે Tally અથવા SAP) માં ડેટા એન્ટ્રીનું કામ કરવું.
  • IT Executive: ઓફિસના કમ્પ્યુટર નેટવર્કનું ધ્યાન રાખવું, સોફ્ટવેર ઇન્સ્ટોલેશન, ડેટા બેકઅપ અને IT સંબંધિત તકનીકી સમસ્યાઓનું નિરાકરણ લાવવું.
બીજી અગત્યની સરકારી ભરતી:

CRPF ભરતી 2026: 9195 કોન્સ્ટેબલ (Technical & Tradesmen) જગ્યાઓ માટે ઓનલાઈન અરજી શરૂ
Indian Bank Specialist Officer Recruitment 2026: 350 જગ્યાઓ માટે ઓનલાઇન અરજી શરૂ

શું OPaL માં પરીક્ષા લેવાય છે? (Exam Pattern)

સામાન્ય રીતે, OPaL (ONGC Petro additions Limited) ની એપ્રેન્ટિસ ભરતીમાં કોઈ પણ લેખિત પરીક્ષા કે ટાઈપિંગ ટેસ્ટ લેવામાં આવતી નથી. તમારી પસંદગી સંપૂર્ણપણે મેરિટ બેઝ (Merit Based) હોય છે.

તમે તમારા ITI, B.B.A., B.Com અથવા IT ની ડિગ્રીમાં જે ટકાવારી (Marks) મેળવ્યા હોય, તેના આધારે મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવે છે. મેરિટમાં નામ આવ્યા પછી, સીધું ડોક્યુમેન્ટ વેરિફિકેશન (Document Verification) અને મેડિકલ ટેસ્ટ હોય છે.

તો તૈયારી શું કરવાની? (Preparation)

  • તમારી માર્કશીટ, ડિગ્રી સર્ટિફિકેટ, અને ITI સર્ટિફિકેટની સાચી અને સ્પષ્ટ નકલો તૈયાર રાખો. ઘણીવાર વેરિફિકેશન સમયે ભૂલને કારણે ફોર્મ રિજેક્ટ થાય છે.
  • લેખિત પરીક્ષા નથી, તેથી તમારી ખરી “તૈયારી” એ ઓનલાઇન રજીસ્ટ્રેશન છે. Apprenticeship India અથવા NATS પોર્ટલ પર તમારું પ્રોફાઇલ ૧૦૦% કમ્પ્લીટ કરો (જેમ કે ફોટો, સહી, બેંક ડિટેલ્સ વગેરે).
  • અમુક કિસ્સામાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે સામાન્ય ઈન્ટરવ્યુ જેવું પૂછી શકે છે. જેમાં તમે કેમ આ એપ્રેન્ટિસશિપ કરવા માંગો છો, તમારા ટ્રેડ વિશેની પ્રાથમિક માહિતી વગેરે તૈયાર રાખવું.

Leave a Comment