અત્યારે બેન્કિંગ ક્ષેત્રમાં નોકરી મળી જાય તો તેને એક આરામદાયક નોકરી કહી શકાય અને બહેનો માટે પણ આ નોકરી એક મહત્વની તક બની શકે છે, કારણ કે તેમાં એક જ જગ્યાએ બેસીને કામ કરવાનું હોય છે. આ એસી (AC) વાળી નોકરી તો બધા કરવા માંગે છે, પણ બેન્કિંગમાં જોબ મેળવવા માટે શું કરવું જેથી એક સારી પોસ્ટ ઉપર નોકરી મળે, તે હજી ઘણા લોકોને ખબર નથી.
આ માહિતી વાંચી લો એટલે તમને બધી ખબર પડી જશે કે બેન્ક એક્ઝામ્સ માટે પ્રિપેરેશન (તૈયારી) કેવી રીતે કરવી અને એક્ઝામ્સ કઈ રીતે આપવી.
સૌથી પહેલા સમજવું જરૂરી છે કે બેંક પરીક્ષા માત્ર રટણ પર આધારિત નથી, પરંતુ તમારી સમજ, ઝડપ અને પ્રેક્ટિસ પર આધારિત છે. એટલે જ યોગ્ય દિશામાં તૈયારી કરવી ખૂબ મહત્વપૂર્ણ છે.
બેંક પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી?
સૌ પ્રથમ પરીક્ષાની પેટર્ન સમજવી ખૂબ જ અગત્યની છે. ભલે નોકરીમાં તમારે કોમ્પ્યુટર પર બેસવાનું હોય, પણ તે નોકરી મેળવવા માટે તમારે ખૂબ જ ધ્યાનથી અને આયોજનપૂર્વક (Planning સાથે) તૈયારી કરવાની રહેશે.”
મોટાભાગની બેંક પરીક્ષાઓમાં નીચેના વિષયો હોય છે:
- ક્વાન્ટિટેટિવ એપ્ટિટ્યુડ (Quantitative Aptitude)
- રીઝનિંગ એબિલિટી (Reasoning)
- અંગ્રેજી ભાષા (English)
- જનરલ અવેરનેસ (Current Affairs + Banking)
- કમ્પ્યુટર જ્ઞાન (Computer Knowledge)
પરીક્ષાની સાચી સમજ (Understanding Exam Structure)
બેંક પરીક્ષામાં સામાન્ય રીતે બે મુખ્ય તબક્કા હોય છે – Prelims અને Mains. Prelims માં મૂળભૂત વિષયો પૂછવામાં આવે છે જેમ કે ગણિત, reasoning અને અંગ્રેજી. જ્યારે Mains માં આ બધું વધુ ઊંડાણપૂર્વક અને સાથે General Awareness અને Computer Knowledge પણ ઉમેરાય છે.
ઘણા વિદ્યાર્થીઓ સીધું જ પ્રશ્નો સોલ્વ કરવાનું શરૂ કરે છે, પરંતુ શરૂઆતમાં પરીક્ષાનો પેટર્ન સમજવો સૌથી જરૂરી છે. જો તમને ખબર જ ન હોય કે કયા વિભાગમાં કેટલા માર્ક્સ આવે છે અને કેટલો સમય મળે છે, તો તૈયારી ગેરમાર્ગે જઈ શકે છે.
Prelims અને Mains માટે તૈયારી કેવી રીતે કરવી?
1. Prelims માટે તૈયારી (મૂળભૂત સ્તર)
Prelims એ તમારી “screening test” છે. અહીં મુખ્ય ધ્યાન speed અને accuracy પર હોય છે. પ્રશ્નો વધારે મુશ્કેલ નથી હોતા, પરંતુ સમય ઓછો હોય છે.
કેવી રીતે તૈયારી કરવી?
1. Basics મજબૂત કરો
- ગણિતમાં percentage, simplification, time & work જેવા ટોપિક્સ પર ફોકસ કરો
- reasoning માં puzzle, seating arrangement, coding-decoding પ્રેક્ટિસ કરો
- English માં grammar basics અને reading comprehension કરો
2. ઝડપ (Speed) વધારો
- દરેક પ્રશ્ન માટે સમય નક્કી કરીને practice કરો
- short tricks શીખો (ખાસ કરીને maths માટે)
- calculator વગર practice કરો
3. Daily Mock Test આપો
- રોજ ઓછામાં ઓછું 1 mock test આપો
- સમય મર્યાદામાં પ્રશ્નો પૂરા કરવાનો અભ્યાસ કરો
Prelims નો goal: “જેટલા પ્રશ્નો સાચા અને ઝડપી સોલ્વ કરી શકો એટલા કરો”
➤ OPaL Recruitment 2026: ONGC ની પેટા કંપનીમાં એપ્રેન્ટિસ તરીકે જોડાવાની સુવર્ણ તક, આજે જ કરો અરજી!
2. Mains માટે તૈયારી (ઊંડાણપૂર્વકનું સ્તર)
Mains એ final stage છે, એટલે અહીં knowledge + reasoning + awareness બધું combine થાય છે. અહીં પ્રશ્નો થોડા tough હોય છે અને conceptual understanding જરૂરી હોય છે.
કેવી રીતે તૈયારી કરવી?
1. Advanced Level Practice કરો
- Maths માં Data Interpretation, Quadratic Equation, advanced arithmetic
- Reasoning માં high-level puzzles અને complex seating arrangement
- English માં advanced comprehension અને error spotting
2. General Awareness પર ફોકસ કરો
- Current affairs (છેલ્લા 6 મહિના ખાસ મહત્વના)
- Banking awareness (RBI, monetary policy, banking terms)
- Government schemes અને economy
3. Computer Knowledge શીખો
- Basics of computer (hardware, software)
- Internet, MS Office, networking
- cyber security basics
4. Long Mock Tests આપો
- full-length mains mock test આપો
- time management અને pressure handling શીખો
Mains નો goal: “Concept clear હોવો જોઈએ અને awareness strong હોવી જોઈએ”
અગત્યની સરકારી ભરતી:
➤ RRB ALP ભરતી 2026: રેલવેમાં આસિસ્ટન્ટ લોકો પાઇલટ (ALP) માટે 11,127 જગ્યાઓ પર મોટી ભરતી!
➤ IIT Gandhinagar Recruitment 2026: JRF અને Program Associate પોસ્ટ માટે ઓનલાઇન અરજી કરો
➤ LIC HFL Junior Assistant Recruitment 2026: 180 જગ્યાઓ માટે ઓનલાઇન અરજી શરૂ
સ્ટડી પ્લાન બનાવો
આ પ્લાન એ રીતે બનાવ્યો છે કે તમે Basics + Practice + Mock Test + Revision બધું cover કરી શકો.
Daily Time Table (દરરોજ 5–6 કલાક)
- સવારે (2 કલાક): Quantitative Aptitude (Maths)
- બપોરે (2 કલાક): Reasoning
- સાંજે (1 કલાક): English
- રાત્રે (1 કલાક): Current Affairs + Revision
Week 1: (Day 1–7) → Basics મજબૂત કરો
આ અઠવાડિયામાં તમારો focus માત્ર “સમજ” પર હોવો જોઈએ.
Maths:
- Simplification
- Percentage
- Profit & Loss
Reasoning:
- Coding-Decoding
- Syllogism
- Blood Relation
English:
- Basic Grammar
- Vocabulary
Current Affairs:
- રોજ 20–30 મિનિટ news વાંચો
Week 2: (Day 8–14) → Practice Start કરો
હવે concepts apply કરવાનો સમય છે. બેંક પરીક્ષામાં સફળતા માટે પ્રેક્ટિસ સૌથી મોટું હથિયાર છે. ફક્ત વાંચવાથી કંઈ નહીં થાય, તમારે પ્રશ્નો સોલ્વ કરવા પડશે.
Maths:
- Time & Work
- Time, Speed & Distance
- Simple Interest
Reasoning:
- Seating Arrangement (basic)
- Puzzle (easy level)
English:
- Reading Comprehension
- Error Detection
તમારો ગોલ (લક્ષ્ય) એક્યુરેસી સુધારવાનો હોવો જોઈએ, તે માટે રોજ એક સેક્શનલ ટેસ્ટ (Sectional Test) આપો.
Week 3: (Day 15–21) → Speed + Mock Test
હવે real exam જેવી તૈયારી કરો.
શું કરવું:
- રોજ એક ફૂલ મોક ટેસ્ટ (Prelims) આપો, યાદ રાખજો આ તમારે જાતે કરવાનું રહેશે.
- ટાઈમર સાથે ખાસ પ્રેક્ટિસ કરો, જરાક પણ આળસ કર્યા વગર.
- તમને જે વિષયો (Topics) નબળા લાગતા હોય તેનું ફરીથી રિવિઝન કરો.
- આ અઠવાડિયે તમારો લક્ષ્ય (Goal) 70% થી 80% એક્યુરેસી લાવવાનો હોવો જોઈએ.
Week 4: (Day 22–30) → Final Revision + Mains Prep
આ સૌથી important stage છે.
- રોજ 1 mock test (Prelims + Mains)
- Current affairs (last 3–6 months revise)
- અને ફોર્મ્યુલાનું રિવિઝન (Formula revision) કરો.
Mains (મુખ્ય પરીક્ષા) માટે આટલું કરો:
- Data Interpretation
- Advanced Puzzle
- Banking Awareness
ખાસ નોંધ: એક સાથે બહુ બધા રિસોર્સિસ (સાધનો/પુસ્તકો) ઉપયોગમાં ન લો, મોક ટેસ્ટ સ્કીપ ન કરો અને રિવિઝન વગર આગળ ન વધો.
Success Formula: Daily Study + Practice + Mock Test + Revision = Selection
બેંક પરીક્ષામાં સફળ થવા માટે દૈનિક રૂટિન બનાવવું ખૂબ જરૂરી છે. કારણ કે આ પરીક્ષા લાંબા સમયની તૈયારી માંગે છે. પરંતુ માત્ર કલાકો ગણવાથી કંઈ થતું નથી, મહત્વ એ છે કે તમે કેટલું સમજીને અભ્યાસ કરો છો. રોજ એક જ સમયે અભ્યાસ કરવાની આદત પાડવી જોઈએ જેથી તમારું મન discipline માં આવે.
મૂળભૂત કન્સેપ્ટ (Basic Concepts) કઈ રીતે ક્લિયર કરવા?
ઘણા વિદ્યાર્થીઓ સીધા advanced પ્રશ્નો પર જતા રહે છે, જે ખોટું છે. બેંક પરીક્ષામાં સૌથી મહત્વની વસ્તુ છે basics.
ગણિતમાં percentage, profit and loss, time and work જેવા ટોપિક્સ ખૂબ મહત્વના છે. જો તમારો આ પર કાબૂ નથી, તો આગળના પ્રશ્નો મુશ્કેલ લાગશે. એ જ રીતે reasoning માં puzzles, seating arrangement અને coding-decoding જેવા ટોપિક્સ વારંવાર પૂછાય છે.
શરૂઆતમાં સરળ પ્રશ્નોથી પ્રેક્ટિસ શરૂ કરો અને ધીમે ધીમે મુશ્કેલ લેવલ તરફ જાઓ. આ રીતે તમારું confidence પણ વધશે અને accuracy પણ સુધરશે.
જનરલ અવેરનેસ (General Awareness) અને અંગ્રેજી (English) પર ધ્યાન આપવું જોઈએ કે નહીં?
General Awareness વિભાગ ખાસ કરીને Mains પરીક્ષામાં ખૂબ મહત્વનો છે. તેમાં current affairs, banking news, government schemes અને economy સંબંધિત પ્રશ્નો આવે છે.
દરરોજ થોડો સમય સમાચાર અને current affairs વાંચવામાં આપવો જોઈએ. આ તમને exam માં advantage આપે છે.
ઘણા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે પરંતુ revision નથી કરતા, જે મોટી ભૂલ છે. જે પણ તમે શીખો છો તે સમય સાથે ભૂલાઈ જાય છે, જો તમે તેને revise ન કરો.
અઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર આખું revision કરવું જોઈએ. શોર્ટ notes બનાવવાથી revision સરળ બને છે.
બેંક પરીક્ષા માટે Computer Knowledge શું શીખવું અને કેવી રીતે શીખવું?
બેંક પરીક્ષામાં Computer section બહુ મુશ્કેલ નથી હોતો, પરંતુ basic knowledge clear હોવી ખૂબ જરૂરી છે. તમને coding શીખવાની જરૂર નથી
a) Computer Basics થી શરૂઆત કરો
સૌથી પહેલા તમે computer શું છે અને કેવી રીતે કામ કરે છે તે સમજવું.
- Computer શું છે?
- Hardware vs Software
- Input devices (Keyboard, Mouse)
- Output devices (Monitor, Printer) CPU શું છે?
સરળ ભાષામાં કહીએ તો Computer કેવી રીતે ચાલે છે એની basic સમજ હોવી જોઈએ.
b) Hardware અને Software સમજવું
આ ટોપિકમાંથી ઘણીવાર સીધા પ્રશ્ન આવે છે.
Hardware:
- Keyboard, Mouse, Hard Disk, RAM
Software:
- Operating System (Windows, Linux)
- Application Software (MS Word, Excel)
Example Question:
1) RAM શું કામ કરે છે?
Answer: Temporary memory store કરે છે
c) Internet અને Networking
આ ખૂબ જ મહત્વનું છે અને આમાં પ્રેક્ટિકલ નોલેજ (વ્યવહારુ જ્ઞાન) લેવું ખૂબ જ અગત્યનું છે. આના માટે શું શીખવું તે નીચે મુજબ છે.
- Internet શું છે?
- Browser શું છે? (Chrome, Edge)
- URL, HTTP, HTTPS Email કેવી રીતે કામ કરે છે
- LAN, WAN
d) MS Office (ખાસ કરીને)
બેંક exams માં MS Office પરથી questions આવવાની શક્યતા હોય છે.
- MS Word (Document, Save, Edit)
- MS Excel (Formula basics, rows/columns)
- MS PowerPoint (Slides)
e) Cyber Security Basics
સાયબર સિક્યોરિટીમાં તમારે નીચે મુજબનું શીખી લેવું:
- Virus, Malware
- Phishing (Phishing એટલે fake email થી માહિતી ચોરવી)
- Password security
- EAntivirus શું છે
f) Operating System
અંતમાં તમારે ઓપરેટિંગ સિસ્ટમનો અભ્યાસ કરવો પડશે, કારણ કે કમ્પ્યુટરનું સંચાલન ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા જ થાય છે. ઓપરેટિંગ સિસ્ટમમાં તમારે નીચે મુજબનો અભ્યાસ કરવો:
- Windows basics
- File, Folder
- Copy, Paste, Delete
- Shortcut keys (Ctrl + C, Ctrl + V)
આ બધું શીખવા માટે તમે કોઈ પણ કમ્પ્યુટરની બુકનો ઉપયોગ કરી શકો છો અને મારી સલાહ છે કે યુટ્યુબ (YouTube) વીડિયો જુઓ જેથી તમને પ્રેક્ટિકલ લેવલના નોલેજનો ખ્યાલ આવે.
અગત્યની સરકારી ભરતી:
➤ ભારતીય સેના (Indian Army) RVC 95મો કોર્સ ભરતી 2026: SSC વેટરનરી ઓફિસર માટે ભરતી. Last Date: 18/5/2026
➤ SSC Phase XIV Recruitment 2026: 3003 જગ્યાઓ માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી? Last Date: 4/5/2026
➤ NCL ભરતી 2026: HEMM ઓપરેટર, પેરામેડિકલ અને ઓવરસીયરની 577 જગ્યાઓ. Last Date: 01-05-2026