ભારત સરકારના રક્ષા મંત્રાલય હેઠળ ચાલતી Ex-Servicemen Contributory Health Scheme (ECHS) દ્વારા જામનગર અને રાજકોટ માટે નવી ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી ખાસ કરીને આરોગ્ય ક્ષેત્રના ઉમેદવારો માટે છે, જ્યાં તમે કોન્ટ્રાક્ટ આધારિત નોકરી મેળવી શકો છો.
જો તમે મેડિકલ ક્ષેત્રમાં અનુભવ ધરાવો છો અને સરકારી પ્રોજેક્ટ સાથે જોડાવા માંગો છો, તો આ ભરતી તમારા માટે ઉપયોગી બની શકે છે.
ભરતીની મુખ્ય માહિતી કંઈક આ પ્રમાણે છે(Overview)
| સંસ્થા નામ: ECHS, જામનગર |
| પોસ્ટ નામ: મેડિકલ ઓફિસર, નર્સિંગ આસિસ્ટન્ટ |
| કુલ જગ્યાઓ: 03 |
| જોબ લોકેશન: જામનગર અને રાજકોટ |
| અરજી કરવાની છેલ્લી તારીખ: 17 એપ્રિલ 2026 |
| ઓફિશિયલ વેબસાઇટ: echs.gov.in |
ECHS જામનગર ભરતી માટે ખાલી જગ્યાઓ
- મેડિકલ ઓફિસર (રાજકોટ): 01 જગ્યા – ₹95,000/મહિનો
- મેડિકલ ઓફિસર (જામનગર): 01 જગ્યા – ₹95,000/મહિનો
- નર્સિંગ આસિસ્ટન્ટ (રાજકોટ): 01 જગ્યા – ₹36,500/મહિનો
નોંધ: આ તમામ પોસ્ટ કોન્ટ્રાક્ટ આધારિત છે અને અનુભવ મુજબ પસંદગી થાય છે.
ફિક્સ પગાર: આમાં પગાર ફિક્સ હોય છે (જેમ કે મેડિકલ ઓફિસર માટે ₹95,000), તેમાં મોંઘવારી ભથ્થું કે અન્ય વધારાના એલાઉન્સ મળતા નથી.
રજાઓ: કોન્ટ્રાક્ટ મુજબ વર્ષમાં મર્યાદિત રજાઓ મળવાપાત્ર હોય છે. રવિવાર અને જાહેર રજાઓનો લાભ મળે છે.
શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ?(Qualification)
આ ભરતી માટે તમે મેડિકલ ઓફિસર અને નર્સિંગ આસિસ્ટન્ટ બંને માટે અરજી કરી શકો છો. અને નીચે મુજબના નિયમો તમારે પાળવાના રહેશે:
1) મેડિકલ ઓફિસર
- પહેલા તો માન્ય યુનિવર્સિટીમાંથી MBBS ડિગ્રી જરૂરી છે.
- ઈન્ટર્નશિપ પછી ઓછામાં ઓછો 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ જરૂરી છે.
- જો મેડિસિન અથવા સર્જરીમાં વધારાની લાયકાત હોય તો તમને પ્રાથમિકતા પણ મળશે.
2) નર્સિંગ આસિસ્ટન્ટ
- GNM ડિપ્લોમા અથવા Armed Forces નો Nursing Assistant કોર્સ પણ છે.
- આના માટે તમારે ઓછામાં ઓછા 5 વર્ષનો અનુભવ જરૂરી છે.
- વિશેષ નર્સિંગ ટ્રેનિંગ ધરાવતા ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે.
વય મર્યાદા કેટલી હોવી જોઈએ?(Age Limit)
- મેડિકલ ઓફિસર: મહત્તમ 68 વર્ષ
- નર્સિંગ આસિસ્ટન્ટ: મહત્તમ 58 વર્ષ
આ કાયમી નોકરી નથી પણ કોન્ટ્રાક્ટ આધારિત (11 મહિના થી 1 વર્ષ સુધી) છે. અને તમે પ્રદર્શન અને જરૂરિયાત મુજબ કોન્ટ્રાક્ટ આગળ વધારી શકશો. તેમજ સરકાર સાથે કામ કરવાનો અનુભવ મળે છે, જે future career માટે ઉપયોગી છે.
આ ભરતી માટે તમે યોગ્ય છો કે નહીં?
આ નોકરી ખાસ કરીને નીચેના ઉમેદવારો માટે યોગ્ય છે:
- જો તમને મેડિકલ ફિલ્ડમાં અનુભવ છે, તો તમે એપ્લાય કરી શકો છો.
- જે સરકારી પ્રોજેક્ટમાં કામ કરવા માંગે છે તે પણ ફોર્મ ભરી શકે.
- Ex-Servicemen ઉમેદવારો (પ્રાથમિકતા આપવામાં આવે છે
- રિટાયર થયેલા મેડિકલ સ્ટાફ પણ તક છે.
👉 જો તમે ફ્રેશર છો તો આ ભરતી તમારા માટે નથી જેની ખાસ નોંધ લેવી.
અરજી ફી કેટલી છે ?
આ ભરતી માટે કોઈપણ પ્રકારની અરજી ફીનો ઉલ્લેખ નથી જેની બધાએ ખાસ નોંધ લેવી. એટલે ઉમેદવારો ફ્રીમાં અરજી કરી શકે છે.
પસંદગી કેવી રીતે કરવામાં આવશે? (Selection Process)
પસંદગી નીચે મુજબ કરવામાં આવશે:
- ઉમેદવારોની અરજીની સ્ક્રિનિંગ ઉપરથી
- લાયક ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે
- અને ખાસ ઇન્ટરવ્યૂ દરમિયાન ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે
તમને ફોન અથવા ઈમેલ દ્વારા ઈન્ટરવ્યૂ અને સ્થળની માહિતી મળી જશે.
તમે અરજી કેવી રીતે કરી શકો છો? (How to Apply)
અરજી કરવા માટે નીચેના સ્ટેપ્સ ફોલો કરો:
- ECHS ની ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ
- ત્યાંથી “Application Form for Employment” ડાઉનલોડ કરો
- પછી તમારી બધી જ માહિતી ફોર્મમાં સાચી ભરો.
- જરૂરી ડોક્યુમેન્ટ્સની self-attested નકલ જોડો
- ખાસ કરીને ESM ઉમેદવારો માટે Service Record, PPO વગેરે જરૂરી છે
- અરજી 17 એપ્રિલ 2026 પહેલા પહોંચવી જરૂરી છે
- સંપૂર્ણ અરજી નીચેના સરનામે મોકલવાની રહેશે:
OIC ECHS Cell,
Station Headquarters, Infantry Lines,
Near Pawan Chakki, Jail Road,
Jamnagar – 361005
અરજી 17 એપ્રિલ 2026 પહેલા પહોંચવી જરૂરી છે.
અરજી કરતી વખતે ધ્યાન રાખવાની બાબતો
- ફોર્મ સાચી માહિતી સાથે જ ભરો
- બધા ડોક્યુમેન્ટ self-attested હોવા જોઈએ
- Service Record / PPO (ESM માટે ફરજિયાત) છે.
- જો તમે 17 તારીખ પછી અરજી કરશો તો સ્વીકારવામાં આવશે નહીં.
- સરનામું સાચું લખવું ખૂબ જ જરૂરી છે
ECHS જામનગર ભરતી માટે જરૂરી ડોક્યુમેન્ટ
- MBBS / GNM સર્ટિફિકેટ
- અનુભવ પ્રમાણપત્ર
- ઓળખપત્ર (Aadhar/PAN)
- PPO / Service Record (ESM માટે)
- Passport size photo
- Address proof
આ ભરતી માટે તૈયારી કેવી રીતે કરવી?
- મેડિકલ પ્રેક્ટિસ અને basic clinical knowledge revise કરો
- Interview માટે common medical questions તૈયારી કરો
- Experience based questions માટે તૈયાર રહો
- ECHS વિશે basic knowledge રાખો
- Document verification માટે બધા original papers ready રાખો
ECHS પોલીક્લિનિક્સમાં મુખ્યત્વે રિટાયર્ડ આર્મી ઓફિસર્સ અને તેમના પરિવારજનોની સારવાર કરવાની હોય છે. અહીં કામ કરવાનું વાતાવરણ ખૂબ જ શિસ્તબદ્ધ (Disciplined) હોય છે. તમારે આર્મીના પ્રોટોકોલ્સ અને નિયમો મુજબ કામ કરવું પડશે. અને આર્મીના પ્રોટોકોલ્સ અને નિયમો મુજબ કામ કરવું પડશે.
ભલે આમાં સિવિલિયન (સામાન્ય નાગરિક) અરજી કરી શકે છે, નીચેના નિયમ મુજબ:
- Ex-Servicemen (માજી સૈનિકો): જો લાયક માજી સૈનિક ઉપલબ્ધ હશે, તો તેમને પહેલી પસંદગી આપવામાં આવશે.
- સિવિલિયન: જો માજી સૈનિક ન મળે, તો જ સામાન્ય નાગરિકની પસંદગી કરવામાં આવે છે. પણ જો તમારી પાસે મેડિકલ ક્ષેત્રમાં બહોળો અનુભવ છે, તો તમારા ચાન્સ વધી જાય છે.
ઇન્ટરવ્યૂમાં માત્ર તમારા મેડિકલ જ્ઞાનની જ નહીં, પણ તમારી personality અને quick decision-making શક્તિની પણ કસોટી થશે. એટલા માટે તમારા જૂના અનુભવો (Experience certificates) વ્યવસ્થિત ફાઈલમાં ગોઠવીને લઈ જવા. ECHS ના કાર્યક્ષેત્ર વિશે થોડું વાંચી લેવું (જેમ કે તે કેવી રીતે ફંડ મેળવે છે અને કોને સારવાર આપે છે).
📅 મહત્વપૂર્ણ તારીખો / સૂચનાઓ
- અરજી કરવાની છેલ્લી તારીખ: 17 એપ્રિલ 2026 તો તારીખ પહેલા અરજી મોકલી આપજો.
- ઇન્ટરવ્યૂ તારીખ: પછીથી જાણ કરવામાં આવશે
- ભરતી કોન્ટ્રાક્ટ આધારિત છે
- ઇન્ટરવ્યૂ વખતે બધા ઓરિજિનલ ડોક્યુમેન્ટ લાવવાના રહેશે, તેમાં કોઈ ભૂલ ન થવી જોઈએ.
- મહત્વની વાત કે ઇન્ટરવ્યૂ માટે કોઈ TA/DA આપવામાં આવશે નહીં
મહત્વપૂર્ણ મુદ્દા (Key Points)
- આ પોસ્ટ માટે Ex-Servicemen ઉમેદવારોને પ્રાથમિકતા મળશે.
- સારી સેલેરી સાથે સ્થિર કામ કરવાની તક પણ મળશે.
- અનુભવ ધરાવતા ઉમેદવારો માટે ખાસ લાભ છે.
અંતિમ નિષ્કર્ષ
ECHS જામનગર ભરતી 2026 આરોગ્ય ક્ષેત્રમાં કામ કરતા ઉમેદવારો માટે એક ઉત્તમ તક છે. ખાસ કરીને જે લોકો સરકારી પ્રોજેક્ટ હેઠળ કામ કરવા માંગે છે તેમના માટે આ એક સારો વિકલ્પ બની શકે છે.
જો તમે આ ભરતી માટે યોગ્ય છો, તો સમયસર અરજી કરો અને તમામ ડોક્યુમેન્ટ તૈયાર રાખો. સમયસર અરજી કરવાથી તમારી પસંદગીની શક્યતા વધે છે.
અરજી કરવાની છેલ્લી તારીખ 17 એપ્રિલ 2026 છે.
નહીં, આ ભરતી માટે કોઈ અરજી ફી નથી. અને ફોર્મ ઓફિશિયલ વેબસાઇટ પરથી જ ભરજો.
MBBS ડિગ્રી અને ઓછામાં ઓછો 3 વર્ષનો અનુભવ જરૂરી છે.
GNM ડિપ્લોમા અથવા સંબંધિત કોર્સ સાથે 5 વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવારો.