BMC Recruitment 2026 for 120 Fireman, Clerk, and Other Posts

ભાવનગર મહાનગરપાલિકા (BMC) દ્વારા વિવિધ સંવર્ગોમાં કુલ ૧૨૦ ખાલી જગ્યાઓ ભરવા માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ ભરતી પ્રક્રિયા OJAS પોર્ટલના માધ્યમથી ઓનલાઇન હાથ ધરવામાં આવી છે, જેની સંપૂર્ણ વિગતો નીચે મુજબ છે

આ ભરતી મુખ્યત્વે એવા ઉમેદવારો માટે છે જેઓ ભાવનગર મહાનગરપાલિકા (BMC) માં સરકારી નોકરી મેળવવા માંગે છે. ખાસ કરીને નીચે મુજબના લોકો આમાં અરજી કરી શકે છે:

  • જેઓ ફાયરમેન કે ડ્રાઈવર તરીકે કારકિર્દી બનાવવા માંગે છે (આમાં શારીરિક ક્ષમતા અને ઊંચાઈ મહત્વની હોય છે).
  • જેઓ વહીવટી કામમાં રસ ધરાવે છે, તેમના માટે જુનિયર ક્લાર્ક અને સિનિયર ક્લાર્ક જેવી પોસ્ટ છે.
  • જે મિત્રોએ ITI કરેલું હોય કે Computer/IT ક્ષેત્રમાં ડિગ્રી મેળવી હોય, તેમના માટે ઓપરેટર અને આસિસ્ટન્ટ પ્રોગ્રામેરની જગ્યાઓ છે.
  • જોકે આખા ગુજરાતના ઉમેદવારો ફોર્મ ભરી શકે છે, પણ ભાવનગર અને તેની આસપાસના વિસ્તારના લોકો માટે આ ઘર આંગણે નોકરી મેળવવાની ઉત્તમ તક છે.
  • જો તમે ધોરણ 10, 12 કે ગ્રેજ્યુએશન પૂરું કર્યું હોય અને તમારી ઉંમર 18 થી 35 વર્ષ ની વચ્ચે હોય, તો આ ભરતી તમારા માટે છે.

મહત્વની તારીખો (Important Dates)

  • જાહેરાત ક્રમાંક: માહિતી/ભાવ/52/2026
  • ઓનલાઇન ફોર્મ ભરવાની શરૂઆત: 10 મે 2026 (બપોરે 2:00 વાગ્યાથી)
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 31 મે 2026 (રાત્રે 11:59 વાગ્યા સુધી)
  • પોસ્ટ ઓફિસમાં ફી ભરવાની છેલ્લી તારીખ: 02 જૂન 2026
IIT Gandhinagar Recruitment 2026: JRF અને Program Associate પોસ્ટ માટે ઓનલાઇન અરજી કરો
LIC HFL Junior Assistant Recruitment 2026: 180 જગ્યાઓ માટે ઓનલાઇન અરજી શરૂ

જગ્યાઓની વિગત (Vacancy Details)

કુલ 120 જગ્યાઓને વિવિધ 13 કેટેગરીમાં વહેંચવામાં આવી છે:

ક્રમપોસ્ટનું નામકુલ જગ્યાઓ
1ફાયરમેન (પુરૂષ)55
2ફાયરમેન કમ ડ્રાઈવર34
3જુનિયર ક્લાર્ક કમ જુનિયર સિક્યુરિટી આસિસ્ટન્ટ09
4જુનિયર ઓપરેટર06
5આસિસ્ટન્ટ સિનિયર ક્લાર્ક કમ સિક્યુરિટી આસિસ્ટન્ટ03
6ફાયર ટેકનિશિયન02
7સિનિયર ફાયરમેન02
8લીગલ આસિસ્ટન્ટ01
9આસિસ્ટન્ટ પ્રોગ્રામેર કમ સિસ્ટમ એનાલિસ્ટ01
10સબ ફાયર ઓફિસર01
11અન્ય ટેકનિકલ અને વહીવટી જગ્યાઓ06

આ પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત શું જોઈએ?

પોસ્ટ મુજબ શૈક્ષણિક લાયકાતની વિગતો:

1) ફાયરમેન (પુરૂષ):

  • ધોરણ ૧૦ (SSC) પાસ.
  • માન્ય સંસ્થામાંથી ફાયરમેનનો કોર્સ કરેલો હોવો જોઈએ.
  • નોંધ: આ પોસ્ટ માટે શારીરિક ધોરણો (ઊંચાઈ અને વજન) ખૂબ જ મહત્વના છે.

2) ફાયરમેન કમ ડ્રાઈવર:

  • ધોરણ ૧૦ પાસ.
  • ફાયરમેન કોર્સની સાથે હેવી મોટર વ્હીકલ (HMV) ડ્રાઈવિંગ લાયસન્સ હોવું ફરજિયાત છે.

3) જુનિયર ક્લાર્ક કમ સિક્યુરિટી આસિસ્ટન્ટ:

  • કોઈપણ વિદ્યાશાખામાં ગ્રેજ્યુએશન (સ્નાતક) પાસ.
  • કમ્પ્યુટરના પાયાના જ્ઞાન (CCC અથવા સમકક્ષ) નું પ્રમાણપત્ર.

4) જુનિયર ઓપરેટર:

  • ITI (Relevant Trade) અથવા ડિપ્લોમા ઇન મિકેનિકલ/ઈલેક્ટ્રિકલ.
  • જે-તે ટ્રેડમાં કામનો અનુભવ હોય તો પ્રાધાન્ય આપવામાં આવે છે.

5) આસિસ્ટન્ટ પ્રોગ્રામેર કમ સિસ્ટમ એનાલિસ્ટ:

  • B.E./B.Tech (Computer/IT) અથવા MCA/M.Sc (IT) કરેલું હોવું જોઈએ.

6) લીગલ આસિસ્ટન્ટ:

  • કાયદાના સ્નાતક એટલે કે LLB ની ડિગ્રી હોવી જોઈએ.

બધી પોસ્ટ માટે ગુજરાત સરકારના નિયમ મુજબ કમ્પ્યુટર અંગેની બેઝિક જાણકારી (CCC Certificate) હોવી જોઈએ, અને ચોક્કસ પોસ્ટની લાયકાત અને અનુભવની વિગતો માટે ઉમેદવારે OJAS પર મુકાયેલી વિગતવાર જાહેરાત (PDF) એકવાર અવશ્ય જોઈ લેવી.

OPaL Recruitment 2026: ONGC ની પેટા કંપનીમાં એપ્રેન્ટિસ તરીકે જોડાવાની સુવર્ણ તક, આજે જ કરો અરજી!
RRB ALP ભરતી 2026: રેલવેમાં આસિસ્ટન્ટ લોકો પાઇલટ (ALP) માટે 11,127 જગ્યાઓ પર મોટી ભરતી!

પસંદગી કઈ રીતે થશે?

પસંદગી અંગેની તમામ વિગતો નીચે મુજબ હશે:

1) સૌ પ્રથમ, સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા માટે લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઓબ્જેક્ટિવ (MCQ) પ્રકારની લેખિત પરીક્ષા આપવાની રહેશે.

  • વિષયો: સામાન્ય જ્ઞાન, ગુજરાતી વ્યાકરણ અને સાહિત્ય, અંગ્રેજી વ્યાકરણ, ગણિત અને રીઝનીંગ, તેમજ જે-તે પોસ્ટને લગતા ટેકનિકલ પ્રશ્નો.
  • આ પરીક્ષામાં મેળવેલા ગુણના આધારે મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે.

2) શારીરિક ક્ષમતા કસોટી (Physical Efficiency Test – PET): આ તબક્કો મુખ્યત્વે ફાયરમેન, ફાયરમેન કમ ડ્રાઈવર અને સબ ફાયર ઓફિસર જેવી પોસ્ટ માટે જ છે.

  • દોડ: નિયત સમયમાં દોડ પૂરી કરવાની રહેશે.
  • શારીરિક માપદંડ: ઊંચાઈ, છાતીનું માપ અને વજનની ચકાસણી કરવામાં આવશે.
  • ક્લાર્ક કે આસિસ્ટન્ટ પ્રોગ્રામેર જેવી વહીવટી પોસ્ટ માટે આ ટેસ્ટ હોતી નથી.

3) કમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ (CPT): જુનિયર ક્લાર્ક અને અન્ય વહીવટી પોસ્ટ માટે લેખિત પરીક્ષા પાસ કર્યા બાદ કમ્પ્યુટર પર પ્રેક્ટિકલ ટેસ્ટ લેવામાં આવી શકે છે. જેમાં:

  • ગુજરાતી અને અંગ્રેજી ટાઈપિંગ.
  • MS Office (Word, Excel, PowerPoint) નો ઉપયોગ.

4) દસ્તાવેજ ચકાસણી (Document Verification): મેરિટમાં આવતા ઉમેદવારોને નીચે મુજબ પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવામાં આવશે.

  • શૈક્ષણિક માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટ.
  • જાતિનો દાખલો (Caste Certificate) અને નોન-ક્રીમીલેયર (જો લાગુ પડતું હોય).
  • વય મર્યાદાના પુરાવા (L.C. અથવા જન્મનું પ્રમાણપત્ર).

5) આખરી પસંદગી (Final Merit List): લેખિત પરીક્ષા અને (જ્યાં લાગુ પડે ત્યાં) શારીરિક કસોટીના ગુણોને આધારે આખરી પસંદગી યાદી તૈયાર કરીને નિમણૂક પત્ર આપવામાં આવશે.

કેવી રીતે અરજી કરવી?

  • સૌ પ્રથમ તમારા મોબાઇલ કે લેપટોપમાં ojas.gujarat.gov.in પોર્ટલ ઓપન કરો.
  • હોમ પેજ પર ‘Online Application’ મેનુ પર ક્લિક કરો અને તેમાં ‘Apply’ વિકલ્પ પસંદ કરો.
  • ત્યારબાદ ‘Select Advertisement’ માં ‘BMC (Bhavnagar Municipal Corporation)’ પસંદ કરો.
  • તમારી લાયકાત મુજબની પોસ્ટ (દા.ત. ફાયરમેન કે ક્લાર્ક) ની સામે આપેલ ‘Apply’ બટન પર ક્લિક કરો.
  • જો તમારી પાસે ઓજાસનું ‘Registration Number’ હોય તો તે નાખો, અથવા ‘Skip’ આપીને ડાયરેક્ટ ફોર્મ ભરો.
  • તમારું નામ, સરનામું, જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાત અને અન્ય વિગતો ધ્યાનપૂર્વક ભરો.
  • ફોર્મ સેવ કર્યા પછી તમને એક ‘Application Number’ મળશે.
  • હવે ‘Upload’ મેનુમાં જઈને તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સહી (Signature) અપલોડ કરો. (ધ્યાન રાખવું કે ફોટો અને સહીની સાઈઝ નિયમ મુજબ હોવી જોઈએ).
  • બધી વિગતો ભરાઈ ગયા પછી ‘Confirm’ મેનુ પર ક્લિક કરો.
  • તમારો એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ નાખીને ફોર્મ સબમિટ કરો.
  • યાદ રાખો: એકવાર કન્ફર્મ થયા પછી ફોર્મમાં કોઈ સુધારો થશે નહીં, એટલે બરાબર ચેક કરી લેવું.
  • ફોર્મ કન્ફર્મ થયા પછી તેની પ્રિન્ટ કાઢી લો.
  • જો તમે જનરલ કેટેગરીમાં આવતા હોવ, તો ઓનલાઇન પેમેન્ટ કરો અથવા નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને ચલણ દ્વારા ફી ભરો.
ભારતીય સેના (Indian Army) RVC 95મો કોર્સ ભરતી 2026: SSC વેટરનરી ઓફિસર માટે ભરતી. Last Date: 18/5/2026
આસામ રાઇફલ્સ ભરતી 2026: કમ્પેસેનેટ ગ્રાઉન્ડ (Compassionate Ground) નિમણૂક

BMC ભરતી 2026: અરજી ફીનું માળખું

કેટેગરી (Category)અરજી ફી (Application Fee)
સામાન્ય કેટેગરી (General)₹500/- + પોસ્ટ ઓફિસ ચાર્જ
અનામત કેટેગરી (EWS, SEBC, SC, ST, PH)₹250/- + પોસ્ટ ઓફિસ ચાર્જ

ઓનલાઇન ફોર્મ ભરવા માટે જરૂરી વિગતો/ડોક્યુમેન્ટ:

  • પાસપોર્ટ સાઇઝનો ફોટો: સ્કેન કરેલો તાજેતરનો ફોટો (JPG ફોર્મેટમાં).
  • સહી (Signature): સફેદ કાગળ પર કાળી/વાદળી પેનથી કરેલી સહી સ્કેન કોપી.
  • મોબાઇલ નંબર અને ઈમેલ આઈડી: ઓટીપી અને કન્ફર્મેશન મેસેજ માટે.
  • માર્કશીટ: ધોરણ 10, 12 અથવા ગ્રેજ્યુએશનની વિગતો (ટકાવારી અને પાસ થયાનું વર્ષ) લખવા માટે.

BMC ભરતી 2026: પગાર ધોરણ (Salary Structure)

ક્રમપોસ્ટનું નામમાસિક ફિક્સ પગાર (અંદાજિત)
1ફાયરમેન (પુરૂષ)₹20,000 થી ₹26,000
2ફાયરમેન કમ ડ્રાઈવર₹20,000 થી ₹26,000
3જુનિયર ક્લાર્ક કમ સિક્યુરિટી આસિસ્ટન્ટ₹26,000 થી ₹31,000
4જુનિયર ઓપરેટર₹20,000 થી ₹26,000
5આસિસ્ટન્ટ પ્રોગ્રામેર / સિસ્ટમ એનાલિસ્ટ₹40,800 થી ₹50,000
6સબ ફાયર ઓફિસર₹31,000 થી ₹38,000
7લીગલ આસિસ્ટન્ટ₹31,000 થી ₹40,000
NTA UGC-NET જૂન 2026 નોટિફિકેશન જાહેર: આસિસ્ટન્ટ પ્રોફેસર અને JRF માટે ઓનલાઇન ફોર્મ ભરવાનું શરૂ

પરીક્ષાનું માળખું (Exam Pattern)

BMC ની મોટાભાગની વર્ગ-3 ની પરીક્ષાઓ (ક્લાર્ક, ફાયરમેન વગેરે) માટેનું પેપર નીચે મુજબ હોય છે:

  • કુલ ગુણ: સામાન્ય રીતે 100 અથવા 200 ગુણનું પેપર હોય છે.
  • પ્રશ્નોનો પ્રકાર: હેતુલક્ષી (MCQ – બહુવિકલ્પ પ્રકારના).
  • સમય: 1.5 થી 2 કલાક.
  • નેગેટિવ માર્કિંગ: દરેક ખોટા જવાબ દીઠ 0.25 અથવા 0.33 માર્ક કપાય છે (જાહેરાત મુજબ ચેક કરી લેવું).

તૈયારી કેવી રીતે કરવી?

  • સૌથી પહેલા જે પોસ્ટ માટે અરજી કરી હોય તેનો અભ્યાસક્રમ ડાઉનલોડ કરો અને તે મુજબ જ વાંચો.
  • છેલ્લા 6 મહિનાના મહત્વના બનાવો, ખાસ કરીને ગુજરાત સરકારની યોજનાઓ અને ભાવનગર શહેર વિશેની બેઝિક વિગતો ખાસ તૈયાર કરો.
  • BMC અથવા અન્ય મહાનગરપાલિકાઓ (VMC, RMC, AMC) ના જૂના પ્રશ્નપત્રો ખાસ કરીને સોલ્વ (હલ) કરજો.
How to Prepare for Bank Exams (Complete Guide for Beginners) 

Leave a Comment